બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / SIPથી રોકાણકારોનો મોહભંગ! એક જ મહિનામાં 61 લાખથી વધુ એકાઉન્ટ ક્લોઝ, જાણો કારણ

બિઝનેસ / SIPથી રોકાણકારોનો મોહભંગ! એક જ મહિનામાં 61 લાખથી વધુ એકાઉન્ટ ક્લોઝ, જાણો કારણ

Last Updated: 03:55 PM, 18 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Investment: શેર બજારમાં સતત લાલ નિશાનથી મ્યૂચ્યુઅલ ફંડમાં રાકાણકારોને ભારે નુક્સાન થઇ રહ્યું છે. બજાર તુટવાને કારણે તેમનો પોર્ટફોલિયો ઘટી રહ્યો છે જેથી તે ચિંતિત છે

Mutual Fund: શેરબજારમાં નેગેટિવિટીને કારણે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોનો મૂડ બગડ્યો છે. SIP, જે એક સમયે સૌથી વધુ પસંદગીના રોકાણ માધ્યમ તરીકે ઉભરી આવ્યું હતું, તે હવે ઝડપથી તેની ચમક ગુમાવી રહ્યું છે. એવું લાગે છે કે રોકાણકારો SIP થી ભ્રમિત થઈ રહ્યા છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના લેટેસ્ટના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરી 2025 માં 61.33 લાખ SIP અકાઉન્ટ બંધ થઇ ગયા છે. આ સમયગાળા દરમિયાન, 56.19 લાખ નવા SIP નોંધાયા હતા. આમ, નવી SIP શરૂ થઈ તેના કરતાં વધુ SIP અકાઉન્ટ બંધ થયા છે. આ પહેલો મહિનો નથી જ્યારે SIP બંધ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો હોય. છેલ્લા કેટલાક મહિનાઓથી SIP ખાતા બંધ કરનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

SIP ખાતા કેમ ઝડપથી બંધ થઈ રહ્યા છે?

માર્કેટ એક્સપર્ટની માનીયે તો, રોકાણકારો તેમના રોકાણના મૂલ્યમાં તીવ્ર ઘટાડાથી ચિંતિત છે. શેરબજારમાં સતત ઘટાડાને કારણે રિટેલ રોકાણકારો હવે ચિંતિત છે. સામાન્ય રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોને દરરોજ ઘટતો જોવો ખૂબ જ મુશ્કેલ છે. આનાથી ઇક્વિટી એસેટ ક્લાસમાં તેમનો વિશ્વાસ ડગમગી ગયો છે, જ્યારે સોનું અને ડેટ જેવા અન્ય એસેટ ક્લાસ સતત અને વધુ સારું વળતર આપી રહ્યા છે. તેથી, ઘણા રોકાણકારો તેમના SIP ખાતા બંધ કરી રહ્યા છે અને પૈસા ઉપાડી રહ્યા છે. તેમને લાગે છે કે જો ખાતું બંધ નહીં કરવામાં આવે તો છેલ્લા 4 થી 5 વર્ષમાં મળેલું વળતર પણ ખોવાઈ જશે.

વધુ વાંચો- સ્ટોક માર્કેટ / શેર બજારમાં જેનો ડર હતો એ જ થયું! 5 વર્ષ બાદ 8500 અંકનો કડાકો, ભયંકર મંદી આવશે ?

કોરોના પછી રોકાણકારોમાં ઝડપથી વધારો થયો

કોરોના મહામારી પછી, નવા રોકાણકારો શેરબજારમાં ઝડપથી આવ્યા. કોરોના પછી, બજારમાં એકતરફી તેજી આવી, જેના કારણે રોકાણકારોને બમ્પર વળતર મળ્યું. હવે બજાર સતત ઘટી રહ્યું છે. નવા રોકાણકારોએ આટલો ઘટાડો ક્યારેય જોયો નથી. એટલા માટે તેઓ ડરના માર્યા બજારમાંથી પોતાના પૈસા ઉપાડી રહ્યા છે. જોકે, લાંબા ગાળાના રોકાણકારોએ ચિંતા કરવાની જરૂર છે. બજારમાં ઘટાડા દરમિયાન વધુ યુનિટ્સ મેળવવા માટે તમારી SIP ચાલુ રાખવાનો આ શ્રેષ્ઠ સમય છે. આનાથી બજાર વધે ત્યારે પોર્ટફોલિયો મૂલ્ય વધારવામાં મદદ મળશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SIP Investment Mutual Fund
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ