Investors are in trouble again, stock market closes in the red, Sensex falls 251 points
Stock Market Closing /
રોકાણકારોના 23 હજાર કરોડ ધોવાયા, શેરબજાર લાલ નિશાન સાથે થયું બંધ, સેન્સેક્સ 251 પોઇન્ટ તૂટ્યો
Team VTV04:45 PM, 24 May 23
| Updated: 04:45 PM, 24 May 23
આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 208 પોઈન્ટ ઘટીને 61,773 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 62 પોઈન્ટ ઘટીને 18,285 પોઈન્ટ પર બંધ થયો હતો. બેન્ક નિફ્ટીમાં 276 પોઈન્ટ અથવા 0.63 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું
સેન્સેક્સ 208 પોઈન્ટ ઘટીને 61,773 પર બંધ
બેન્ક નિફ્ટીમાં 276 પોઈન્ટનો ઘટાડો નોંધાયો
ચાલુ સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ખાસ કરીને બેન્કિંગ શેરોમાં રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે બજાર બંધ થયું હતું. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 208 પોઈન્ટ ઘટીને 61,773 પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 62 પોઈન્ટ ઘટીને 18,285 પોઈન્ટ પર બંધ થયો હતો.
Sensex falls 208.01 points to settle at 61,773.78; Nifty declines 62.60 points to 18,285.40
આજના કારોબારમાં બેન્કિંગ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી ઘટાડા સાથે બંધ થયો. બેન્ક નિફ્ટીમાં 276 પોઈન્ટ અથવા 0.63 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય મેટલ્સ, ઈન્ફ્રા, કોમોડિટી સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે આઈટી, ઓટો, એફએમસીજી, એનર્જી, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ તેજી સાથે બંધ થયા છે.
ટાટા મોટર્સ, બજાજના શેરમાં ઘટાડો
આજના કારોબારમાં સન ફાર્મા 1.96 ટકા, ITC 1.07 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.13 ટકા, ટાઇટન કંપની 1.05 ટકા, પાવર ગ્રીડ 0.88 ટકા, મારુતિ સુઝુકી 0.77 ટકાના વધારા સાથે બંધ થયા હતા. અને ટાટા મોટર્સ 1.49 ટકા, HDFC બેન્ક 1.33 ટકા, HDFC 1.23 ટકા, બજાજ ફિનસર્વ 0.73 ટકા ઘટીને બંધ થયા છે.
રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઘટાડાથી રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 279.55 લાખ કરોડ થયું હતું, જે મંગળવારે રૂ. 279.78 લાખ કરોડ હતું. એટલે કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 23000 કરોડનો ઘટાડો થયો છે.