બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / બેંકમાં FD કરાવતા લોકો માટે સારા સમાચાર, SBI સહિત 4 બેંકમાં વધારે વ્યાજનો ફાયદો

રોકાણ / બેંકમાં FD કરાવતા લોકો માટે સારા સમાચાર, SBI સહિત 4 બેંકમાં વધારે વ્યાજનો ફાયદો

Last Updated: 04:36 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Interest On Bank FD: ભારતના સૌથી મોટા પ્રાઈવેટ બેંક, HDFC બેંકે 10 જૂન, 2024થી 2 કરોડ રૂપિયાથી ઓછી FD માટે વ્યાજદરમાં ફેરફાર કર્યા છે. બેંક સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમય પર 3 ટકાથી 7.25 ટકાનો વ્યાજદર આપી રહી છે.

RBIની તરફથી સતત આઠમી વખત રેપો રેટમાં ફેરફાર ન કરવાનો ફાયદો FD કરનાર લોકોને મળી રહ્યો છે. બેંક FD પર વ્યાજદરોમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. હકીકતે રોકાણકારોને આકર્ષિત કરવા માટે બેંક FD પર વ્યાજદર વધારવામાં આવી રહ્યો છે. બેંકોએ સામાન્ય ગ્રાહકો અને વરિષ્ઠ નાગરિકો બન્ને માટે પોતાના FDના વ્યાજદરોમાં વૃદ્ધિ કરી છે.

reserve-bank-of-India

તમને જણાવી દઈએ કે RBIએ 7 જૂને સતત આઠમી વખત પ્રમુખ વ્યાજદરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. છેલ્લા લગભગ 18 મહિના FD રોકાણકારો માટે ઘણા વર્ષોમાં સૌથી સારા રહ્યા છે. કારણ કે તેમને બેંક કરતા વધારે સારૂ વ્યાજદર મળી રહ્યું છે. નિષ્ણાંતો અનુસાર ઓછામાં ઓછી FD માટે આ વ્યાજદર લાંબા સમય માટે રહી શકે છે.

HDFC બેંક

ભારતના સૌથી મોટા પ્રાઈવેટ બેંક, HDFC બેંકે 10 જૂન, 2024થી 2 કરોડ રૂપિયાથી ઓછી FD માટે વ્યાજદરમાં ફેરફાર કર્યા છે. બેંક સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમય પર 3 ટકાથી 7.25 ટકાનો વ્યાજદર આપી રહી છે. આ ગ્રાહકો માટે 18 મહિનાથી લઈને 21 મહિનાથી ઓછા સમય પર તેના ઉચ્ચતમ દર 7.25 ટકા છે.

વરિષ્ઠ નાગરિકો માટે HDFC બેંક 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમય પર 3.5 ટકાથી 7.75 ટકાનું વ્યાજદર આપી રહી છે. વરિષ્ઠ નાગરિકો માટે તેનું ઉચ્ચતમ વ્યાજદર 18 મહિનાથી લઈને 21 મહિનાથી ઓછા સમય પર 7.75 ટરા છે. 15 મહિનાથી લઈને 18 મહિનાથી ઓછા સમયમાં પરિપક્વ થનાર બેંકની FD પર સામાન્ય ગ્રાહકો માટે 7.10 ટકા વ્યાજદર મળે છે અને વરિષ્ઠ નાગરીકોને 50 બીપીએસ વધારે મળે છે.

money-15

RBL બેંક

ખાનગી ક્ષેત્રની બેંકે પોતાના FD રેટમાં ફેરફાર કર્યો છે. સામાન્ય ગ્રાહક હવે 18 મહિનાથી લઈને 28 મહિના સુધીના સમય પર 8 ટકાનું વ્યાજદર પ્રાપ્ત કરી શકે છે. વરિષ્ઠ નાગરિકોને આ સમયની FD પર 50 બીપીએસ વધારેની રજુઆત કરવામાં આવે છે. જેનાથી તેમને 8.50 ટકાનું વ્યાજદર મળે છે.

જ્યારે સુપર સીનિયર નાગરિકોને સામાન્ય ગ્રાહકોની તુલનામાં 75 બીપીએલ વધારે આપવામાં આવે છે. આરબીએલ બેંકે 8 જૂન, 2024થી 2 કરોડ રૂપિયાથી ઓછાની જમારકમ પર વ્યાજમાં સંશોધન કર્યું છે. બેંકે 1 જુલાઈ 2024થી બચત ખાતા વ્યાજદરોમાં સંશોધનની જાહેરાત કરી છે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા

યુનિયન બેંક હવે 1 વર્ષના સમય માટે બુક કરવામાં આવેલી FD પર સામાન્ય ગ્રાહકોને 7.6 ટકાનું વ્યાજ આપી રહી છે. FD રેટ 2 કરોડ રૂપિયાથી વધારેની રકમ પર લાગુ છે. બેંકની અન્ય FDનો સમયગાળો 7 દિવસથી લઈને 10 વર્ષનો છે.

money_width-800 (1)

આ વરિષ્ઠ નાગરીકોને 0.5 ટકા વધારે વ્યાજ અને સુપર વરિષ્ઠ નાગરિકોને 0.75 ટકા વ્યાજ આપે છે. 399 દિવસની FD પર બેંક સામાન્ય ગ્રાહકોને 7.25 ટકા વ્યાજદર અને વરિષ્ઠ નાગરિકોને 50 બીપીએસ વધારે વ્યાજ આપી રહી છે. સુપર સીનિયર સિટીઝનને 8 ટકા વ્યાજ મળે છે.

વધુ વાંચો: મહિલાઓ પૂજા દરમિયાન આ વાતોનું રાખો ધ્યાન, નહીં તો ભગવાન થશે નારાજ, જાણો નિયમો

SBI

ગયા મહિને ભારતીય સ્ટેટ બેંકે વિવિધ સમયગાળા માટે સર્વોત્તમ સહિત પોતાની FD માટે વ્યાજદરોમાં ફેરફાર કર્યો. જેમાં 10 વર્ષ સુધીના સમય માટે SBI FDના વ્યાજદર 3.5 ટકાથી 7.9 ટકા છે. SBIની વેબસાઈટ અનુસાર નવા FD વ્યાજદર 15 મે, 2024થી પ્રભાવીત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Investment Tips SBI Bank FD
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ