નવા નાણાકીય વર્ષમાં ટેક્સ બચાવવાના ચક્કરમાં બીન જરૂરી રોકાણ કે પોલિસી ખરીદવાની ભૂલ ન કરતા નહીં તો બાદમાં થશે પસ્તાવો
નવું નાણાકીય વર્ષ થશે શરૂ
ટેક્સ બચાવવા ન કરતા આટલી ભૂલો
જાણો તેના વિશે બધુ જ
નાણાકીય વર્ષ 2021-2022 સમાપ્ત થવા પર છે. હવે નવું નાણાકીય વર્ષ શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં નવા નાણાકીય વર્ષ 2022-2023માં તમે સ્માર્ટ પ્લાનિંગ હેઠળ ટેક્સ બચાવી શકો છો. ઘણી વખત ટેક્સ બચાવવાની યોજના ધરાવતા લોકો કેટલીક એવી ભૂલો કરે છે. જેના કારણે તેમને નફાને બદલે નુકસાન થાય છે.
યોગ્ય રીતે ટેક્સ બચાવી શકો
જો તમે પણ નવા નાણાકીય વર્ષમાં ટેક્સ બચાવવા માટે રોકાણ કરવા જઈ રહ્યા છો, તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારા રોકાણના લક્ષ્યને પૂર્ણ કરી શકશો તેમજ યોગ્ય રીતે ટેક્સ બચાવી શકશો. તો ચાલો જાણીએ આ વિશે.
ઘણી વખત લોકો રોકાણ કરતી વખતે તેમના ટેક્સ જવાબદારીની યોગ્ય ગણતરી કરતા નથી. ટેક્સની ગણતરી કરતી વખતે, તમારા શેરબજારમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ, આવકની બધી વસ્તુઓ યોગ્ય રીતે કેલક્યુલેટ કરો.
હોમ લોન લીધી છે તો તેને પણ કરો એડ
જો તમે હોમ લોન લીધી છે તો તેને પણ ટેક્સ કેલક્યુલેશનમાં શામેલ કરો. આમ કરવાથી તમને ઈનહેન્ડ સેલેરીની સાથે સાથે કેટલો ટેક્સ આપવાનો રહેશે તેવાતની પણ જાણકારી મળી રહેશે. તેની મદદથી તમે યોગ્ય રોકાણ માટે ઓપ્શન્સની શોધ કરી શકશો.
ઘણી વખત લોકો ટેક્સ બચાવવાની ચક્કરમાં એક પ્રકારની ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી લે છે. આ કારણે તમને ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે. જો 80Cની ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છો તો 1.5 લાખના ટોટલ રોકાણનું ધ્યાન રાખો. તેની સાથે અલગ અલગ પ્રકારની ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરવું યોગ્ય માનવામાં આવે છે.
લોકો ઘણી વખત ટેક્સ બચાવવા માટે ખૂબ વધારે સ્કીમમાં રોકાણ કરી લે છે. એવામાં તમને બાદમાં પૈસાની કમી થવા લાગે છે. માટે આ પ્રકારની ભૂલ કરવાથી બચો.
જરૂરીયાત પ્રમાણે ઈન્શ્યોરન્સ પ્લાન ખરીદો
ઘણી વખત લોકો ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે તેમની ટેક્સ સેવિંગ સ્કીમ વિશે વધારે વિચારે છે અને બાકી ડિટેલ્સને નથી વાંચતા. એવામાં તમને ફાયદાની જગ્યા પર નુકસાન થવા લાગે છે. પોલિસી ખરીદતી વખતે તેમની ટેક્સ સેવિંગ સ્કીમની સાથે સાથે બાકી ડિટેલ્સ પણ યોગ્ય રીતે વાંચી લો. તમને જરૂરીયાતો અનુસાર જ ઈન્શ્યોરન્સ પ્લાનને ખરીદો.