બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 05:32 PM, 13 March 2022
ADVERTISEMENT
બેંક અને પોસ્ટ ઓફિસમાં નાણાં મુકવા સુરક્ષિત
રિટર્ન મળવુ તો દૂરની વાત છે, તેનાથી વિપરીત બેંક તમામ સેવાના બદલામાં મોટો ચાર્જ વસુલે છે. તમે બધા પૈસા માર્કેટમાં લગાવી શકતા નથી અને ઘરે પણ રાખી શકતા નથી. કારણકે માર્કેટની સ્થિતિ કોઈનાથી છુપાયેલી નથી. યુક્રેન-રશિયા વૉરથી ભારત નહીં પરંતુ વિશ્વના બધા માર્કેટમાં સુસ્તી છે. આવી સ્થિતિમાં બેંક અથવા પોસ્ટ ઓફિસ જ એવી જગ્યા છે, જ્યાં તમારા રૂપિયા સુરક્ષિત રહે છે. ભલે થોડુ, પરંતુ થોડુ રિટર્ન મળે છે. બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો સૌથી વધુ ફિક્સ ડિપૉઝીટ મુકવાનુ પસંદ કરે છે. કારણકે તેનાથી એક નિશ્ચિત સમય માટે રૂપિયા સુરક્ષિત થાય છે અને તેના પર વ્યાજ પણ મળે છે. ફિક્સ ડિપૉઝીટ એવા લોકો માટે રોકાણનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, જે કોઈ પણ જોખમ વગર રોકાણ કરવા માગે છે. ફિક્સ ડિપોઝીટમાં 7 દિવસથી લઇને 10 વર્ષ સુધી રોકાણ કરી શકાય છે.
ADVERTISEMENT
બેંકો અને સંસ્થાઓમાં વ્યાજ દર અલગ-અલગ
ફિક્સ ડિપૉઝીટમાં મેચ્યોરિટી પહેલા રૂપિયા ઉપાડી શકાતા નથી. જો તમે મેચ્યોરિટી પહેલા રૂપિયા નિકાળો છો તો તમારે નુકસાન ઉઠાવવુ પડે છે. FDના વ્યાજ દર સંપૂર્ણ રીતે પાકતી મુદ્દત પર આધાર રાખે છે. અલગ-અલગ બેંકો અને સંસ્થાઓમાં વ્યાજ દર અલગ-અલગ છે, જે 4 ટકાથી 7.5 ટકા સુધી હોય છે.
પોસ્ટ ઑફિસ ટર્મ ડિપૉઝીટ
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપૉઝીટ અથવા પોસ્ટ ઑફિસ ટર્મ ડિપૉઝીટ બેંક એફડીની જેમ હોય છે. પોસ્ટ ઑફિસ ટર્મ ડીપોઝીટ એક, બે, ત્રણ અને 5 વર્ષ માટે હોય છે. આ સ્કીમમાં વ્યાજ દર સમયે-સમયે બદલાતા રહે છે. હાલમાં પોસ્ટ ઑફિસ વ્યાજ દર આ રીતે છે.
1 વર્ષની ડિપોઝીટ પર- 5.50 ટકા વ્યાજ
2 વર્ષની ડિપોઝીટ પર- 5.50 ટકા વ્યાજ
3 વર્ષની ડિપોઝીટ પર- 5.50 ટકા વ્યાજ
5 વર્ષની ડિપોઝીટ પર- 6.70 ટકા વ્યાજ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
માર્કેટમાં હાહાકાર.. / 6000000000000 રૂપિયાનો ધુમાડો! શેર બજારમાં મહાક્રેશ, સેન્સેક્સ-નિફ્ટી કડડભૂસ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.