બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:03 AM, 20 December 2023
ADVERTISEMENT
સરકારે એમ્પલોય પ્રોવિડન્ટ ફંડ (EPF કે PF)માંથી પૈસા ઉપાડવાને લઈને ઓનલાઈન સુવિધા આપી છે. તેનાથી PFમાંથી પૈસા ઉપાડવા સરળ થઈ ગયા છે. જેથી પૈસાની જરૂર પડવા પર લોકો પોતાના PF ફંડમાંથી પૈસા ઉપાડી શકે છે. પરંતુ જો તમે પણ PF ફંડમાંથી પૈસા ઉપાડવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તેના માટે તમારે એ જાણવું જરૂરી છે કે આ પૈસા ઉપાડવા પર તમારા રિટાયરમેન્ટ ફંડને કેટલું નુકસાન થઈ શકે છે.
ADVERTISEMENT
તમારા ફંડ પર કેવી પડશે અસર?
અંદાજીત ગણતરી અનુસાર જો તમારા રિટાયરમેન્ટમાં 30 વર્ષનો સમય બાકી છે અને તમે હાલ PF એકાઉન્ટમાંથી 10 હજાર રૂપિયા ઉપાડો છો તો તેના કારણે રિટાયરમેન્ટ ફંડ પર 1 લાખ 14 હજાર રૂપિયાની અસર પડશે. એટલે કે તમને રિટાયરમેન્ટ વખતે આટલા રૂપિયા ઓછા મળશે.
વધારે જરૂર ન હોય તો ન ઉપાડો PF
એક્સપર્ટ્સ અનુસાર જ્યાં સુધી ખૂબ વધારે પૈસાની જરૂર ન પડે PFમાંથી પૈસા ઉપાડવા ન જોઈએ. તેના પર 8.15%ના દરે વ્યાજ મળી રહ્યું છે. જેટલી મોટી રકમ PFમાંથી ઉપાડશો રિટાયરમેન્ટ ફંડ પર તેટલી જ મોટી અસર પડશે.
નોકરી જવા પર એક મહિના બાદ ઉપાડી શકાય છે PFના 75% પૈસા
PF વિડ્રોવલના નિયમ અનુસાર કોઈ પણ મેમ્બર નોકરી જવાના 1 મહિના બાદ PF એકાઉન્ટમાંથી 75% પૈસા ઉપાડી શકે છે. જેથી તે બેરોજગારી વખતે પોતાની જરૂરીયાત પુરી કરી શકે છે. PFમાં જમા બાકી 25% ભાગને જોબ છૂટવાના 2 મહિના બાદ ઉપાડી શકાય છે.
PF વિડ્રોવલ પર ઈનકમ ટેક્સના નિયમ
કર્મચારીને જો કોઈ કંપનીમાં સેવાઓ આપતા 5 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે અને તે PF ઉપાડે છે તો તેના પર ઈનકમ ટેક્સની કોઈ લાયબિલિટી નહીં થાય. 5 વર્ષનો સમયગાળા સુધી એક કે તેનાથી વધારે કંપનીઓમાં પણ હોઈ શકે છે. એક જ કંપનીમાં 5 વર્ષ પૂર્ણ કરવા જરૂરી નથી. કુલ સમયગાળો ઓછામાં ઓછો 5 વર્ષનો હોવો જરૂરી છે.
જો કર્મચારી નોકરીમાં 5 વર્ષ પૂર્ણ થવા પહેલા PF ખાતામાંથી 50 હજાર રૂપિયાથી વધારે રકમ ઉપાડે છે તો તેને 10 % TDS ચુકવવો પડશે. ત્યાં જ જો તમારી પાસે પાન કાર્ડ નથી તો તમારે 30% TDS આપવો પડશે. જોકે જો કર્મચારી ફોર્મ 15G/15H સબમિટ કરે છે તો કોઈ TDS નથી કાપવામાં આવતું.
હોમ લોન ચુકવવા માટે પૈસા કેવી રીતે ઉપાડશો?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બિઝનેસ / અમેરિકાના શેર માર્કેટમાં હાહાકાર, 1000 પોઈન્ટનો કડાકો, જાણો કારણ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.