બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 04:13 PM, 12 February 2024
ADVERTISEMENT
એક જમાનો હતો કે આપણા દેશમાં બેંક એફડી પર બેં ડિજિટમાં વ્યાજ આવતું હતું. ત્યારે 5 વર્ષમાં જ પૈસા ડબલ થઈ જતા હતા. પરંતુ આ જુની વાતો થઈ ગઈ. હવે તો બેંક એફડી પર એટલું ઓછુ વ્યાજ મળી રહ્યું છે કે રકમ ડબલ કરવા માટે તમારે લગભગ 12 વર્ષનો સમય લાગશે. પરંતુ અમે આજે એવા મ્યૂચ્યુઅલ ફંડની ચર્ચા કરી રહ્યા છીએ જેમાં રોકાણકારોની રકમ ફક્ત પાંચ વર્ષમાં ત્રણ ગણી થઈ જશે.
ADVERTISEMENT
થીમ આધારિત ઈક્વિટી ઓરિએન્ટેડ ફંડ
આજે અમે જણાવી રહ્યા છીએ કે આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ ઈન્ડિયા અપોર્ચુનિટીઝ ફંડની. આ ખાસ પરિસ્થિતિઓની થીમ પર આધારિત એક ઈક્વિટી ઓરિએન્ટેડ ઓફર છે. ખાસ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે કોઈ કંપની કોઈ અસ્થાયી સમસ્યાઓમાંથી પસાર થઈ રહી હોય છે જેના પરિણામસ્વરૂપ પ્રાઈસ કરેક્શન થાય છે. તેના પર કંપનીના લોંગ ટર્મ ફંડામેન્ટલ મજબૂત બની રહે છે.
કોઈ ખાસ પરિસ્થિતિનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે કંપની કે સેક્ટર સાથે જોડાયેલા ફાયદા કાયદાકીય કે રેગ્યુલેટરી પરિવર્તન થાય છે કે વૈશ્વિક નિર્માણ ત્યારે થાય છે કે વૈશ્વિક સ્તર પર મોટી ઘટના ઘટે છે. આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ ઈન્ડિયા અપોર્ચ્યુનિટીઝ જેવા ફંડ એવી ખાસ પરિસ્થિતિઓથી પસાર થઈ રહેલી કંપનીઓમાં રોકાણ કરવાના મોકાનો ફાયદો ઉઠાવવો જોઈએ. ફંડનું પાંચ વર્ષનું ટ્રેક રેકોર્ડ છે અને આ વર્ષોમાં તેણે સારૂ પ્રદર્શન કર્યું છે.
10 લાખના થઈ ગયા 28 લાખ
આ ફંડની શરૂઆત 15 જાન્યુઆપી 2019એ થઈ હતી. તે સમયે એટલે કે 15 જાન્યુઆરી 2019એ દે કોઈ ઈનવેસ્ટરે આ ફંડમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે તે 15 જાન્યુઆરી 2024 સુધી વધીને 28 લાખ રૂપિયા થઈ ગયા હશે. એટલે કે 22.9% સુધી શાનદાર સીએજીઆર છે. તેની તુલનામાં સ્કીમના બેંચમાર્ક-નિફ્ટી 500 ટીઆરઆઈ-માં આટલા રોકાણથી 23 લાખ રૂપિયા મળે છે એટલે કે જેના 19% સીએજીઆર છે.
તેના ઉપરાંત ત્રણ વર્ષ દરમિયાન આ ફંડને બેંચમાર્કના 19.8% સીએજીઆરને પાર કરતા 37.7%ની સીએજીઆ આપીને પોતાના બેંચમાર્કથી 17.9%નું શાનદાર પ્રદર્શન કર્યું છે. તેના હેઠળ છેલ્લા એક વર્ષમાં પણ બેંચમાર્કના 30.6%ને પાર કરતા તેણે 38.1% રિટર્ન આપીને પોતાનું શાનદાર પરફોર્મન્સ ચાલુ રાખ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.