બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરશો રોકાણ, તો ઘરે બેઠાં-બેઠાં જ દર મહીને મળતા રહેશે પૈસા
Last Updated: 09:27 AM, 20 June 2024
ખર્ચા પુરા કરવા માટે બધાને પૈસાની જરૂર પડે છે. પરંતુ તમારી પાસે ઘરે બેઠા બેઠા જ દર મહિને પૈસા આવતા રહે તો? હકીકતે પોસ્ટ ઓફિસની એક સ્કીમ છે. જેમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યા બાદ તમને દર મહિને વ્યાજ મળતું રહેશે.
ADVERTISEMENT
Post Office Monthly Income Scheme
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની Post Office Monthly Income Schemeમાં તમે એક હજાર રૂપિયાથી લઈને 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. ત્યાં જ જોઈન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો.
કેટલું મળે છે વ્યાજ?
આ સ્કીમમાં તમને 7.4 ટકાનું વાર્ષિક વ્યાજ મળે છે. આ સ્કીમમાં વ્યાજ દર મહિને તમારા એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.
અરજી કરવા શું જરૂરી?
સ્કીમમાં અરજી કરવા માટે તમારે ભારતીય નાગરિક હોવું જરૂરી છે. 18 વર્ષથી ઉપર કોઈ પણ નાગરીક આ યોજનામાં પોતાનું ખાતુ ખોલાવી શકે છે. 18 વર્ષથી નાની ઉંમર માટે તેમના વાલી તેમના નામ પર ખાતુ ખોલાવી શકે છે.
કેવી રીતે કરશો અરજી?
સ્કીમમાં અરજી કરવા માટે તમારે પોતાની નજીકની પોસ્ટ ઓફિસ જવાનું રહેશે. ત્યાં તમારે માસિક આવક યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. તેમાં માંગવામાં આવેલી બધી જાણકારી જરૂરી દસ્તાવેજની સાથે પોસ્ટ ઓફિસમાં જમા કરવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.