બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાના વાડી મંદિરના સ્વામીની કામલીલા વિરૂદ્ધ તપાસ શરૂ, છેક રૂમ સુધી પહોંચી FSLની ટીમ
Last Updated: 11:42 AM, 11 June 2024
વડોદરા વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી સામે દુષ્કર્મના મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. મંદિરના પાંચ સંતોના નિવેદન લેવામાં આવ્યા છે .2019માં જગત પવન દાસની વડતાલ બદલી થઈ હોવાનું નિવેદન લખાવ્યું છે.પીડિતાનું સયાજી હોસ્પિટલમાં મેડિકલ કરાવવામાં આવ્યું છે. હવે CRPC 164 મુજબ પીડિતાનું નિવેદન નોંધવામાં આવશે. સોમવારે આરોપી જગત પાવનદાસના મંદિર સ્થિત રૂમની FSLની ટીમ દ્વારા તપાસ કરાઇ હતી..
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના ?
હાલ 23 વર્ષની ફરીયાદી યુવતી જ્યારે 14 વર્ષની હતી તે સમયે તે દુષ્કર્મનો ભોગ બની હોવાની ફરીયાદ છે.. તેણે પોલીસને જણાવ્યું હતું કે, વાડી સ્વામિ નારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામી જગત પાવનદાસ સ્વામી ( જે.પી.સ્વામી) એ વિદેશથી લાવેલી ગિફ્ટ આપવાના બહાને તેને વાડી સ્વામિ નારાયણ મંદિરે બોલાવી હતી. બાદમાં મંદિરની નીચે એક રૂમમાં મને લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વડતાલનો જગતપાવન સ્વામી પાપી નીકળ્યો! દુષ્કર્મની ફરિયાદ થતાં જ અંડર ગ્રાઉન્ડ, ગીફ્ટ વિશે મોટો ખુલાસો
સ્વામી વિદેશ ન ભાગી જાય તે માટે લુક આઉટ નોટીસ ઇશ્યુ કરવામાં આવી છે. વાડી સ્વામીનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સ્વામીની પાપલીલાનો ભાંડો ફૂટ્યા બાદથી મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ ગાયબ બન્યા છે. તો બીજી તરફ હરીભક્તોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.