બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / invest only 150 rs and return back 19 lakhs lic new children money back plan know how
Noor
Last Updated: 09:17 AM, 16 September 2021
ADVERTISEMENT
LICમાં રોકાણ કરનારા ગ્રાહકોને ઘણાં ફાયદા આપવામાં આવે છે. આજના સમયમાં પેરેન્ટ્સની ફાઇનાન્શિયલ પ્લાનિંગના કેન્દ્રમાં તેમના બાળકો પણ સામેલ હોય છે. તેઓ બાળકોના અભ્યાસ, લગ્ન અને અન્ય ખર્ચાઓ માટે ક્યાંકને ક્યાંક રોકાણ પણ કરે છે. LICમાં પણ આવી જ એક સ્કીમ છે, જે બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે. અમે વાત કરી રહ્યા છીએ LICની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનની. ચાલો જાણી લો ડિટેલ્સ.
ADVERTISEMENT
આ પોલિસીની ખાસ વાતો
મેચ્યોરિટીની અવધિ
LICની ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેક પ્લાનનો કુલ ટર્મ 25 વર્ષનો હોય છે.
મની બેક ઇસ્ટોલમેન્ટ
આ પ્લાન હેઠળ LIC બાળકના 18 વર્ષ, 20 વર્ષ અને 22 વર્ષ થવા પર બેસિક સમ ઇન્સ્યોર્ડના 20-20 ટકા રકમની ચૂકવણી કરે છે.
બાકીની 40 ટકા રકમની ચૂકવણી
પોલિસી હોલ્ડરના 25 વર્ષ પૂરા થતાં તેની ચૂકવણી કરવામાં આવશે. તેની સાથે જ તમામ પ્રકારના મળવા પાત્ર બોનસની પણ ચૂકવણી કરવામાં આવશે.
મેચ્યોરિટી બેનિફિટ
પોલિસી મેચ્યોરિટીનો સમય (વીમાધારકનું પોલિસી અવધિ દરમિયાન મૃત્યુ ન થવા પર) પોલિસીધારકને વીમા રકમના બાકી બચેલા 40 ટકા બોનસની સાથે મળશે.
ડેથ બેનિફિટ
પોલિસી અવધિ દરમિયાન પોલિસીધારકનું મૃત્યુ થવાની સ્થિતિમાં વીમા રકમ ઉપરાંત નિયત સાધારણ બોનસ અને અંતિમ એડિશનલ બોનસ આપવામાં આવે છે. ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટના 105 ટકાથી ઓછો નહીં હોય. આ પોલિસી અંગેની વધુ માહિતી માટે તમે www.licindia.in પર પણ જઈ શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.