મ્યુચ્યુઅલ ફંડ તેમને સારુ રિટાયરમેન્ટ ફંડ ઉભું કરવામાં મદદ કરે છે.
આ રીતે કરો રોકાણ
12 વર્ષમાં બની જશો કરોડપતિ
રિટાયરમેન્ટની નહીં રહે ટેન્શન
આજકાલ ઘણા ઈન્વેસ્ટર્સનું મ્યુચ્યુઅલ ફંડ્સની તરફ ઈન્ટરેસ્ટ વધી રહ્યો છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડ તેમને સારા રિટાયરમેન્ટ ફંડ બનાવવામાં મદદ કરે છે. આ વાત હાલમાં જ AMFI દ્વારા પ્રકાશિત જુલાઈ મહિનાના એસેટ અંડર મેનેજમેન્ટ ડેટામાં સામે આવી છે. મ્યુચ્યુઅલ ફંડ્સના સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન ખાતાની AUSM 5.25 લાખ કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચુક્યું છે.
અહીં ઈન્વેસ્ટર્સ પોતાના ટારગેટના હિસાબથી SIP નક્કી કરી શકે છે આ SIP તમને કરોડપતિ બનાવી શકે છે. તમે ફક્ત 12 વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારેનું ફંડ તૈયાર કરી શકો છો. જાણે તેના વિશે બધુ જ.
આ રીતે કરવું પડશે ઈન્વેસ્ટ
જે લોકો પહેલા આ અવસરનો લાભ નથી લઈ શક્યા તે હવે જલ્દી રિટાયરમેન્ટ ફંડ બનાવવા માટે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં આક્રામક રૂપથી રોકાણ કરી રહ્યા છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બાકી એસેટ ક્લાસની તુલનામાં ઝડપથી પૈસા જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. નાણાકીય યોજનાકાર કહે છે કે જે લોકો 40 વર્ષની ઉંમર નજીક છે અને તેમણે પણ પોતાના રિટાયરમેન્ટ માટે રોકાણ નથી કર્યું તે જો મ્યુચ્યુઅલ ફંડમાં SIP રૂટથી રોકાણ કરે છે તો આવનાર 10-12 વર્ષમાં એક મોટું ફંડ ઉભુ થઈ શકે છે.
દર મહિને આટલું કરવું પડશે રોકાણ
12 વર્ષમાં જો કોઈ વ્યક્તિ નિયમિત રૂપથી SIPના માધ્યમથી રોકાણ કરે છે તો મ્યુચ્યુઅલ ફંડમાંથી 12%ના રિટર્નની આશા કરી શકાય છે. 12 ટકાના અપેક્ષિત રિટર્નના આધાર પર એક વ્યક્તિને આવતા 12 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવવા માટે દર મહિને SIP દ્વારા 31342 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે.
સ્ટેપ-અપ SIP દ્વારા પણ કરી શકો છો રોકાણ
જો તમે આટલા પૈસાનું રોકાણ ન કરી શકો તો આ ફંડ ઉભુ કરવા માટે બીજી રીત સ્ટેપ-અપ SIP છે. જેમાં તમને એક નાના રમકથી શરૂઆત કરવાની રહેશે અને પછી તમને દર વર્ષે પોતાના SIP રોકાણને એક નિશ્ચિત કરા સુધી વધારવાનું રહેશે.
દર વર્ષે 10% વધારો SIP
જો તમે આવતા 12 વર્ષ સુધી દરેક વર્ષે SIP રોકાણમાં 10% વધારશો. તો તમને 1 કરોડનું ફંડ પ્રાપ્ત કરવા માટે 20680 રૂપિયાના SIPની સાથે શરૂઆત કરવાની જરૂર છે. ત્યાર બાદ દર વર્ષે SIP રકમમાં 10-10 ટકા વધારો કરતા રહો.
આ ફંડ્સમાં કરો રોકાણ
ફાઈનાન્શિયલ એક્સપર્ટ્સનું કહેવું છે કે એક ફંડમાં બધી રકમ રોકવાની જગ્યા પર આ પૈસાનું અમુક ઈન્ડેક્સ ફંડ સહિત 3-4 અલગ અલગ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં રોકાણ કરો. જો તમે 12 વર્ષ માટે ઈન્વેસ્ટ કરો છો તો મિડ સ્મોલ-કેપ ફંડ અને સેક્ટર ફંડથી બચવાનો પ્રયત્ન કરો. પરંતુ તમે ILSS ફંડમાં પૈસાનું રોકાણ કરી શકો છો. જેમાં સેક્શન 80C હેઠળ ટેક્સ બેનિફિટ ઓફર કરવામાં આવે છે. તે ઉપરાંત તમે કેનરા રોબેકો ઈમર્જિંગ ઈક્વિટીઝ ફંડ, એક્સિસ લોન્ગ ટર્મ ઈક્વિટી ફંડ, મિકે એસેટ લાર્જ કેપ ફંડ, પરાગ પારિખ ફ્લેક્સીકેપ ફંડ અને HDFC/ ICICI/ SBI નિફ્ટી ઈન્ડેક્સમાં પણ ઈન્વેસ્ટ કરી શકો છો.