બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દીકરીના ભવિષ્યને સુરક્ષિત બનાવવા આ સરકારી યોજનામાં કરો રોકાણ, મળશે રૂ. 1 કરોડ સુધીનું રિટર્ન
Last Updated: 03:10 PM, 10 August 2024
બેટી બચાઓ, બેટી પઢાઓના નારાની અસર ખૂબ થઈ છે. દીકરીઓ દરેક ક્ષેત્રમાં પરિવારનું નામ રોશન કરી રહી છે. છોકરીઓના ભવિષ્ય માટે મા બાપ ચિંતિંત હોય છે. જેથી સરકારે દીકરીઓ માટે એક યોજના શરૂ કરી હતી. જેમાં પૈસાનું રોકાણ કરીને સારું રિટર્ન મેળવી શકાય છે. જે પૈસા બાદમાં દીકરીના ભણતર અને વિવાહમાં કામમાં આવી શકે છે. મોદી સરકારના પ્રથમ ટર્મમાં દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવી હતી. જે દીકરીઓના ભવિષ્ય માટે એક ફાયદાકારક યોજના માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની આ યોજનામાં 8.2 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. જો તમે તેમાં સારા એવા પ્રમાણમાં રોકાણ કરો છો તો તમને એક કરોડ સુધીનુ રિટર્ન મળી શકે છે. જો તમારે એક કરોડ સુધીનું રિટર્ન મેળવવું હોય તો કેટલું રોકાણ કરવું તેની માહિતી આપીશું.
વધુ વાંચો : PM કિસાનના 18મા હપ્તા પહેલા થયો મોટો ફેરફાર, ખેડૂતો માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી
ADVERTISEMENT
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બે દીકરીઓના ખાતા ખોલાવી શકાય છે. તેમાં એક વર્ષમાં ઓછામાં ઓછાં અઢીસો રૂપિયા જમા કરાવા પડે છે. જેમાં ખાતુ ખોલવતી વખતે દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી જોઈએ. આ યોજનાનો મેચ્યોરિટી પીરીયડ 21 વર્ષનો છે. જેમાં 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. 6 વર્ષ બાદ તમારું એકાઉન્ટ મેચ્યોર થઈ જાય છે. જે 6 વર્ષ વધેલા હોય છે તેમાં વ્યાજ પણ આપવામાં આવે છે.
જો તમારે એક કરોડ રૂપિયા ભેગા કરવા હોય તો દર મહિને 29444 રૂપિયા જમા કરવાના રહે છે. આ રકમ 15 વર્ષ સુધી ભેગી કરવાની રહશે. જેની પર 8.2 ટકા વ્યાજ મળે છે. 15 વર્ષ સુધી આ પૈસા જમા કરવાથી તે રકમ 5299920 રૂપિયા થઈ જશે. તો વ્યાજ પેટે 4700080 રૂપિયા મળશે. જેથી ટોટલ તે રકમ 1 કરોડ થશે.
ઉલ્લેખનીય છે કે, આ સ્કીમ ટેક્સ ફ્રી છે. જેમાં તમને ટેક્સમાં રાહત મળે છે. ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ દર વર્ષે 1.5 લાખની રાહત મળે છે. તેની પર મળતા રિટર્ન પર પણ ટેક્સ નથી લાગતો. મેચ્યોરિટીની રકમ મળે છે તે પણ ટેક્સ ફ્રી હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.