બ્રેકિંગ ન્યુઝ
VTV / Invest for 5 years in these three schemes of Post Department
Mahadev Dave
Last Updated: 09:04 PM, 28 January 2023
ADVERTISEMENT
પૈસાનું રોકાણ કરવાની સ્કીમ શોધતા લોકો માટે પોસ્ટ વિભાગની 3 બચત યોજનાઓ ખૂબ જ મહત્વની સાબિત થશે. જેમાં સારા વળતરની ખાતરી પણ આપવામાં આવી રહી છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણા લોકો જોખમી બજારમાં રોકાણ કરવાનું પસંદ કરતા નથી. ત્યારે આવા લોકો માટે પોસ્ટ ઓફિસ રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પો સાથે આવી રહી છે. પોસ્ટ ઓફિસમાં નાની બચત યોજનાઓમાં રોકાણ તમને વધુ વળતર મેળવવામાં મદદ કરે છે. આ ત્રણ યોજનાઓ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ, પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ (POTD) અને પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) છે.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ (RD) શુ છે જાણો…
આ યોજનામાં તમારે પાંચ વર્ષ માટે રોકાણ કરવુ જરૂરી છે. જો તમે 5 વર્ષ માટે બાંયધરીકૃત વળતર સાથે સુરક્ષિત આરડી શોધી રહ્યાં હોય તો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ તમારા માટે બેસ્ટ છે. આ યોજના થકી તમને 5.8 ટકા વ્યાજ દર આપે છે. તમે દર મહિને ઓછામાં ઓછા રૂ. 100 અથવા રૂ. 10ના ગુણાંકમાં કોઈપણ રકમ સાથે આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો. ઉલ્લેખનીય છે કે આ યોજનામાં રોકાણ કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી.
FD પર 5.5 ટકા વ્યાજ
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ (POTD) જો તમે સારું વળતર શોધી રહ્યા છો તો તમારે 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝીટમાં રોકાણ કરવું જોઈએ. આ યોજના એફડીનો જ એક પ્રકાર છે. આ સ્કીમમાં તમે પોસ્ટ ઓફિસમાં એક, બે, ત્રણ કે પાંચ વર્ષ માટે પૈસા જમા કરાવી શકો છો. એક, બે અને ત્રણ વર્ષની FD પર 5.5 ટકા વ્યાજ મળે છે. તમે ઓછામાં ઓછી રૂ. 1000 જમા કરીને ખાતું ખોલાવી શકો છો.
પાંચ વર્ષ માટે રોકાણ કરવુ જરૂરી
પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)
આ યોજના પણ પાંચ વર્ષના સમય સાથે આવે છે. જેમાં તમારે પાંચ વર્ષ માટે રોકાણ કરવુ જરૂરી છે. અને જો તમે રોકાણ પાંચ વર્ષ માટે કરો છો તો તમને ગેરંટીકૃત વળતર મળે છે. આ સ્કીમમાં 6.8 ટકા સુધીનો વ્યાજ દર આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.