સુરતમાં રાત્રી સમયે બ્રીજ પર બાઈક સ્ટંટ કરતા કેટલાક લોકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક યુવાન રોંગ સાઈડ પર બાઈક સ્ટંટ કરતો જોવા મળ્યો હતો.
આ સ્ટંટબાજો સામે કયારે થશે કાર્યવાહી?
કતારગામ-રાંદેરને જોડતા બ્રિજ પર જોખમી સ્ટંટ કેમ?
રોંગ સાઇડ પર સ્ટંટ કરી જીવ જોખમમાં કેમ મુકે છે?
સુરત જિલ્લાના બ્રિજ પર બાયકર્સ બેફામ બન્યા છે. કતારગામ રાંદેરને જોડતા બ્રિજ પર જોખમી સ્ટંટ કરતા કેટલાક બાઈકર્સ જોવા મળ્યા હતા. રાત્રીના સમયે બ્રિજ પર જોખમી સ્ટંટ કરવામાં આવે છે. જ્યારે રસ્તા પર અન્ય લોકો પણ પસાર થતા હોય છે. આવા સમયે કેટલાક નબીરાઓ બાઈક સ્ટંટથી પોતાનો અને અન્ય વાહન ચાલકનો પણ જીવ જોખમમાં મુકે છે.
સુરતમાં રાત્રી સમયે બ્રીજ પર બાઈક સ્ટંટ કરતા કેટલાક લોકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એક યુવાન રોંગ સાઈડ પર બાઈક સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ અગાઉ વેસુ વિસ્તારમાં બાઈક સ્ટંટનો વીડિયો વાયરલ થયો હતો. બાઇક સ્ટંટ સામે પોલીસ કમિશનરે પ્રતિબંધ સાથે જાહેરનામું રજૂ કરી દીધું છે.