બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઇન્ટરનેટ યુઝર્સ ડાર્ક વેબથી બચીને રહેજો, નહીંતર સ્કેમના શિકાર બનતા વાર નહીં લાગે

ફ્રોડ એલર્ટ / ઇન્ટરનેટ યુઝર્સ ડાર્ક વેબથી બચીને રહેજો, નહીંતર સ્કેમના શિકાર બનતા વાર નહીં લાગે

Last Updated: 03:16 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટ પર સરફેસ વેબ કે ઓપન વેબ માત્ર 4 ટકા છે બાકીનું ડાર્ક વેબમાં આવે છે. આથી જ સાયબર અપરાધીઓ ક્રાઇમ કરવા ડાર્ક વેબનો ઉપયોગ કરે છે. કેમ કે તે ઈન્ટરનેટનો એક એનક્રિપ્ટેડ હિસ્સો હોય છે.

એક રિપોર્ટ મુજબ ભારતમાં મીનિમમ 20 ટકા સાયબર ક્રાઇમ ડાર્ક વેબ દ્વારા થઈ રહ્યા છે.  ડાર્ક વેબ ઈન્ટરનેટનું એક એવું પ્લેટફોર્મ છે જેના પર વિશેષ ઉપકરણોના ઉપયોગ કરીને પહોંચી શકાય છે. ડાર્ક વેબ પર યુઝર્સની ઓળખ અને સ્થાન શોધવાનું  ખૂબ જ મુશ્કેલ હોય છે. સાયબર સિક્યોરિટી કંપની લિઝિયાન્થસ ટેકના આ રિપોર્ટમાં જણાવાયુ છે કે, "ભારતમાં ઓનલાઈન હુમલાખોરોએ ઓછામાં ઓછા 20 ટકા સાયબર ગુનાઓમાં ડાર્ક વેબનો ઉપયોગ કર્યો છે." જેમાં  મોટે ભાગે 'ડાર્ક વેબ'નો ઉપયોગ ડેટા ભંગ, હેકિંગ, ફિશિંગ, રેન્સમવેર, ઓળખની ચોરી, ડ્રગ્સ અને હથિયારો જેવા પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ અને ખરીદી જેવા સાયબર ગુનાઓ કરવા માટે કરવમાં આવે છે.

  • ડાર્ક વેબ કેમ છે ખતરનાક?

આપણે જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ તેને સરફેસ વેબ અથવા ઓપન વેબ કહેવાય છે. જે કુલ ઈન્ટરનેટના માત્ર 4 ટકા છે, બાકીનું 96 ટકા ઈન્ટરનેટ ડાર્ક વેબ છે. ડાર્ક વેબ એ ઈન્ટરનેટનો એક એનક્રિપ્ટેડ હિસ્સો છે જે સામાન્ય લોકોને દેખાતો નથી. તે Google અને Yahoo જેવા સર્ચ એન્જિનમાંથી એક્સેસ નથી કરી શકાતું.

PROMOTIONAL 4

લિઝિયાન્થસ ટેકના સંસ્થાપકનું કહેવુ છે કે,  આ સ્ટડી બે મહિનાના સમયગાળામાં એકત્રિત કરવામાં આવેલી માહિતી પર આધારિત છે. તાજેતરમાં એક વ્યક્તિની ભાડાના ફ્લેટમાં ગાંજો ઉગાડવા અને તેને ડાર્ક વેબ દ્વારા વેચવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પર રેન્સમવેર અટેક માટે ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો.

વધુ વાંચો : Netflix યુઝર્સ એલર્ટ! નહીંતર ડેટા હેક થવાની સાથે-સાથે બેંક એકાઉન્ટ પણ થઇ જશે ખાલીખમ

ગુરુગ્રામમાં આવેલ લિઝિયાન્થસ ટેક સાયબર સિક્યુરિટી ઓડિટ અને સિક્યુરિટી એસેસમેન્ટનું કામ કરે છે. છેલ્લા એક દાયકામાં ડાર્ક વેબનો ઉપયોગ બમણો થયો છે. આનો ભોગ ન બનવા માટે યુઝર્સે તેમના ફોન અને અન્ય ઉપકરણો પર એપ્લિકેશનની ઍક્સેસ માંગતી કોઈપણ ઑનલાઇન સૂચનાઓને પરમિશન ન આપવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Online Crime Dark Web Internet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ