બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / internet cable in sea know about article

ટેક્નોલોજી / જો દરિયો ન હોત તો આજે કદાચ ઇન્ટરનેટ પણ ન હોત, શું છે આ સિક્રેટ કનેક્શન, જાણો

Arohi

Last Updated: 12:02 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Internet Cable In Sea: ઈન્ટરનેટ ખૂબ જ કમાલની વસ્તુ છે. વાયરલેસ નેટવર્કની મદદથી તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં કોલ કરી શકો છો અથવા તો સોશિયલ મીડિયા પર કોઈ અન્ય દેશના લોકો સાથે કનેક્ટ પણ કરી શકો છો. પરંતુ શું તમને સમુદ્ર અને ઈન્ટરનેટની વચ્ચેનું કનેક્શન ખબર છે?

કોઈ પણ પ્રકારના વાયર કે તારની ઝંઝટ વગર સુપરફાસ્ટ વાયરલેસ નેટવર્ક આજે ઉપલબ્ધ છે. પરંતુ શું તમને સમુદ્ર અને ઈન્ટરનેટનું કનેક્શન ખબર છે? ઘણા લોકોને કદાચ ખબર નથી પરંતુ સમુદ્રમાં 15 લાખ કિમી લાંબા તાર નાવામાં આવ્યા છે અને આ તારોના કારણે આપણા ત્યાં ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ થાય છે. આવો જાણીએ આખરે આ તારોના જાળને પાથરવાનું ક્યારે શરૂ કરવામાં આવ્યું હતું અને તેને સમુદ્રમાં કેમ પાથરવામાં આવ્યા? 

1850માં પાથરવામાં આવ્યા હતા તાર 
આ તારોને સબમરીન ફાઈબર ઓપ્ટિકલ કહેવાય છે. સૌથી પહેલા આ તાર ફ્રાંસ અને ઈંગ્લેન્ડની વચ્ચે લગભગ વર્ષ 1850માં પાથરવામાં આવ્યા હતા ત્યાર બાદ દુનિયામાં પહેલી વખત ટ્રાંસ-અટલાંટિક ટેલીગ્રાફ કેબલ લંડન અને ઉત્તરી અમેરિકાની વચ્ચે પાથરવામાં આવ્યા અને પહેલી વખત 10 કલાકમાં 143 શબ્દોને ટ્રાન્સમિટ કરવામાં આવ્યા. આ રીતે ધીરે ધીરે દુનિયાને સારી ઈન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે લગભગ 15 લાખ કિમી લાંબા તાર પાથરવામાં આવ્યા. 

પાણીથી કેવી રીતે તાર રહે છે સુરક્ષિત? 
હકીકતે આ સબમરીન ઓપ્ટિક ફાઈબર તાર સિલિકા ગ્લાસના ફાઈબરથી બનેલા હોય છે અને તેમાં ઘણા લેયર્સ હોય છે. આ તાર આપણા ઘરોના વાઈફાઈના ઓપ્ટિક ફાઈબરથી ખૂબ જ સારા હોય છે અને એક વખતમાં ઘણો બધો ડેટા ટ્રાન્સફક કરી શકે છે. 

વધુ વાંચો: ફોનને રિસ્ટાર્ટ અને સ્વિચ ઓફ કરવામાં શું છે અંતર ? આ ટ્રિક અપનાવાથી નહીં બગડે ફોન

આ તારોને બે તરફથી 20 હજાર વોટ વિજળી પાવર આપવામાં આવે છે અને પાણીથી તેમને બચાવવા માટે તેમના પર લેયર પ્લાસ્ટિક અને રબરનું ઈન્સુલેશન લગાવવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Cable Internet Sea internet cable ઈન્ટરનેટ દરિયો Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ