International Yoga Day was celebrated in metros as well as villages in the state amid the corona crisis
ઉજવણી /
કોરોના સંકટ વચ્ચે ગુજરાતના મહાનગરોમાં તેમજ ગામડાઓમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
Team VTV09:04 AM, 21 Jun 21
| Updated: 03:30 PM, 21 Jun 21
ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં અને મોટા શહેરોમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો યોગ શિબિરોમાં જોડાયા
આંતરાષ્ટ્રીય યોગ દિવસની દેશ અને દુનિયામાં ઉજવણી
રાજ્યના મોટા શહેરો અને ગામડાઓમાં યોગ દિવસની ઉજવણી
કોરોના સંકટ વચ્ચે મોટી સંખ્યામાં લોકો યોગ શિબિરોમાં જોડાયા
આજે 7માં આંતરાષ્ટ્રીય યોગ દિવસની દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં અને શહેરોમાં આંતરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. રાજ્યના મોટા શહેરમાં પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવાઈ રહ્યો છે રાજ્યામાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ આંતરાષ્ટ્રી યોગ દિવસે મોટી સંખ્યમાં લોકોએ વહેલી સવારે યોગ કર્યા હતા તો કેટલાક લોકો યોગ શિબિરોમાં પણ જોડાયા હતા.
મુખ્યમંત્રીએ પણ તેમના નિવાસ સ્થાને કર્યા યોગ
આજે 21મી જૂને, મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને સાતમાં વિશ્વ યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી તો રાજ્યના મહાનગરમાં પણ યોગ દિવસને ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં યુવાનો માને છે કે યોગ કરવાાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહે છે.તેમજ કોરોમા કાળમાં યોગ વધુ ઉપયોગી બન્યો છે તેવું જણાવી રહ્યા છે
શહેરના યુવાનો અને વડીલોએ પણ કર્યા યોગ
શહેરના યુવાનો માનતા થયા છે કે સ્વાસ્થ્ય રહેવા માટે યોગ કરવા સમય ફાળવવો જરૂરી છે. યોગના કારણે ઘણા લોકોએ મહામારીમાંથી છુટકારો મેળવ્યો છે. જ્યારે વડોદરામાં પણ વિવિધ સ્થળોએ યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં 38 જગ્યાઓએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરીજનો યોગમાં જોડાયા હતા..
રાજ્યમાં અનેક જગ્યાએ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
આ તરફ સુરત અને રાજકોટમાં પણ આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા સુરતના અલથાન વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ એકઠા થઈ યોગ દિવસની ઉજવણી કરી હતી. તો રાજકોટમાં પણ યુવાનો અને શહેરના વડીલોએ યોગ કરી સ્વસ્થ્ય રહેવાનો સંદેશો આપ્યો હતો. શહેરના વડીલોએ જણાવ્યું હતું કે યોગ કરવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. તેમણે તમામ લોકોને યોગ કરવાની અપીલ કરી હતી..
આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદી એ પણ આપ્યો સંદેશ
મહત્વનું છે કે વડાપ્રધાન મોદીના પ્રયાસોથી જ યોગને આંતરાષ્ટ્રીય ફલક પર ખ્યાતિ મળી છે અને વિશ્વ ભરમાં આજે આંતરાશષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વમાં સૌ કોઈએ યોગનું મહત્વ સમજ્યું છે. યોગ એ માનસિક તેમજ શારિરીક રીતે ખૂબ ઉપયોગી છે ત્યારે આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર વડાપ્રધાન મોદીને કહ્યું કે યોગ અને દરેક સમસ્યાનું સમાધાન છે સાથે જ કોરોનાકાળમાં યોગનું મહત્વ વધ્યું છે. યોગ ટ્રેસથી સ્ટ્રેંથ સુધી લઈ જાય છે. નેગેટિવિટીથી ક્રિએટિવીટી સુધી લઈ જાય છે અને યોગથી ઈચ્છાશક્તિ મજબુત થાય છે તેમ જણાવ્યુ હતું.