International yoga day pm modi in karnataka mysore palace garden
મૈસુર /
PM મોદીએ 15000 લોકો સાથે કર્યા યોગ, કહ્યું યોગ વિશ્વનો આધાર બન્યો, સમગ્ર વિશ્વમાં તેની ગુંજ
Team VTV09:15 AM, 21 Jun 22
| Updated: 09:22 AM, 21 Jun 22
આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે PM મોદી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને યોગાઅભ્યાસ કર્યો હતો.
આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરમાં ઉજવણી
PM મોદી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં સામેલ
હજારોની સંખ્યામાં લોકો મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કર્ણાટકના મૈસુર પેલેસ ગાર્ડન પહોંચ્યા હતા અને ત્યાં હાજર લગભગ 15,000 લોકો સાથે યોગ કર્યા. આ અવસરે યોગ દિવસની શુભેચ્છા પાઠવતા તેમણે જીવનમાં યોગનાં મહત્વ વિશે સમજાવ્યું હતું અને કહ્યું હતું કે તંદુરસ્ત શરીર માટે યોગ ખૂબ જ જરૂરી છે. PM મોદીએ કહ્યું કે આજે વિશ્વના ખૂણે ખૂણેથી યોગની ગુંજ સંભળાઈ રહી છે. તે જીવનનો આધાર બની ગયો છે.PM મોદીએ કહ્યું હતું કે આપણે ગમે તેટલા તણાવપૂર્ણ હોઈએ, થોડી મિનિટોનું ધ્યાન આપણને આરામ આપે છે, આપણી ઉત્પાદકતામાં વધારો કરે છે. તેથી, આપણે યોગને વધારાના કાર્ય તરીકે લેવાની જરૂર નથી. આપણે પણ યોગ જાણવો છે, આપણે પણ યોગ જીવવો છે. આપણે યોગ પ્રાપ્ત કરવાનો છે, આપણે યોગને પણ અપનાવવો પડશે.
#WATCH उत्तर प्रदेश: 8वें अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ और उत्तर प्रदेश की राज्यपाल आनंदीबेन पटेल ने राजभवन में योगाभ्यास कार्यक्रम में भाग लिया। pic.twitter.com/Yq0uNIP5eO
CM યોગી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ રાજભવનમાં કર્યો યોગાઅભ્યાસ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે રાજભવન ખાતે યોગાભ્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ નોઈડામાં યોગાઅભ્યાસ કર્યો
ઉત્તર પ્રદેશમાં 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નોઈડા સેક્ટર 26માં એક યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આજે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે PM મોદી કર્ણાટકના મૈસુર પેલેસ ગ્રાઉન્ડમાં યોગ કર્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે. PM મોદીની સાથે-સાથે કર્ણાટકના CM બસવરાજ બોમ્બઇ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આજે દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા આ વર્ષે ' માનવતા માટે યોગાસનો' એવી થીમ રાખવામાં આવી છે.જેમાં દુનિયાના 190 દેશોમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે.એમાં લગભગ 25 કરોડ જેટલા લોકો યોગાસનો કરશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકના મૈસૂર પેલેસમાં 15 હજાર લોકોની હાજરીમાં યોગાસનો કરશે. વહેલી સવારે 5.30 કલાકે વડાપ્રધાનના ભાષણ સાથે યોગ દિવસની ઉજવણી થશે. PM મોદીએ ટ્વિટ કરીને બધાને યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી.
અરુણાચલ પ્રદેશના ITBP જવાનોએ પાણીમાં યોગાભ્યાસ કર્યો
ITBPના જવાનોએ હિમવીર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અરુણાચલ પ્રદેશના લોહિતપુરમાં યોગા અભ્યાસ કર્યો છે. સૈનિકોએ જમીનની સાથે પાણીમાં ઉભા રહીને યોગની વિવિધ મુદ્રાઓનો અભ્યાસ કર્યો હતો. ITBPના કર્મચારીઓએ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2022 પર ‘જબ સે યોગા ડે આયા હૈ…યોગ કા હર્ષ હર ઓર છાયા હૈ’ ગીત સમર્પિત કર્યું. ITBPના જવાનોએ વર્ષોથી લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સહિત ભારત-ચીન સરહદો પર વિવિધ ઊંચાઈવાળા હિમાલયના પર્વતો પર સૂર્ય નમસ્કાર અને અન્ય વિવિધ યોગાસનો કરીને યોગને પ્રોત્સાહન આપ્યું છે.
Karnataka | Prime Minister Narendra Modi arrives at Mysuru Palace Ground where he will perform Yoga, along with others, on #InternationalDayOfYoga
Union Minister Sarbananda Sonowal, CM Basavaraj Bommai and others are also present here. pic.twitter.com/cfj84smyB6
દરેક ઘરમાં યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે: PM મોદી
PM મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે નિવેદન આપતા કહ્યું કે, 'વિશ્વના ખૂણે-ખૂણેથી યોગના પડઘા સંભળાઈ રહ્યાં છે. યોગ જીવનનો આધાર બની ગયો છે. દરેક ઘરમાં યોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. દુનિયાનાં અલગ અલગ દેશોમાં લોકો સૂર્યોદય સાથે લોકો યોગ કરી રહ્યાં છે, આખી પૃથ્વીની ચારે તરફ યોગની રિંગ બની રહી છે. યત પીંડે તત બ્રહ્માંડે, એવું આપણાં ઋષિમુનિઓએ સમજાવ્યું, જે લાઈફ સ્ટાઈલ પ્રોબ્લેમ્સ અને ગ્લોબલ ચેલેન્જિસ દૂર કરવામાં ઉપયોગી બનશે.'
Indo-Tibetan Border Police (ITBP) ના જવાનોએ પણ લદ્દાખમાં યોગ કર્યા.
સમગ્ર વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે..ત્યારે આઈટીબીપીના જવાનોએ પણ યોગ દિવસની ઉજવણી કરી હતી. ઉત્તરખંડમાં આઈટીબીપીના જવાનોએ 14 હજાર 500 ફૂટની ઉંચાઈ પર યોગ દિવસની ઉજવણી કરી હતી.જ્યારે અન્ય આઈટીબીપીના જવાનોએ 16 હજાર ફૂટની ઉંચાઈ પર યોગ દિવસની ઉજવણી કરી હતી.ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) હિમવીર 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સિક્કિમમાં 17,000 ફૂટની ઊંચાઈએ યોગાભ્યાસ કર્યો હતો.
જાણો યોગ દિવસની શરુઆત ક્યારે થઇ?
- 21 જૂનના વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
- 2015થી વિશ્વ યોગ દિવસની શરુઆત કરવામાં આવી
- યુનાઇટેડ નેશન્સ 2015માં વિશ્વ યોગ દિવસની જાહેરાત કરી
- 2014માં પ્રાધનમંત્રી મોદીએ યુએનની જનરલ એસેમ્બલીમાં માગ કરી હતી
- યુએનએ આ માંગ સ્વિકારીને યોગ દિવસની સત્તાવાર જાહેરાત કરી
- 11 ડિસેમ્બર 2014ના રોજ યુએનમાં ભારતે પ્રસ્તાવ મુક્યો હતો
- યુએનમાં ભારતના પ્રતિનિધિએ પ્રસ્તાવ મુક્યો હતો
- વિશ્વના 177 દેશએ ભારતના પ્રસ્તાવને ટેકો આપ્યો હતો
- યોગનો પ્રસ્તાવ સૌથી વધારે દેશનું અનુમોદન મેળવનાર પ્રસ્તાવમાં ગણાય છે
- 15 જૂન 2015ના રોજ પહેલી વાર વિશ્વ યોગ દિવસ ઉજવાયો
- આજે વિશ્વના મોટા ભાગના દેશમાં યોગની ઉજવણી થાયછ છે
- વિશ્વના અનેક મુસ્લિમ દેશમાં પણ યોગ દિવસ ઉજવાય છે
- નદી, તળાવ, પર્વત, દરિયામાં જઇને લોકો યોગ દિવસની ઉજવણી કરે છે
- વિશ્વના તમામ ધર્મ અને ધર્મ ગુરુઓએ યોગની મહીમા સ્વિકારી છે
યોગ અને ભારતિય સંસ્કૃતિ
- યોગ ભારતની સંસ્કૃતિક ધરોહર છે
- સદીઓથી ભારતમાં યોગ દ્રારા સાધના-ઉપાસના થાય છે
- ઋષિમુનીઓ અને રાજા મહારાજા યોગ શક્તિના ઉપાસક હતા
- ભારતનાં પ્રથમ યોગી પુરુષ શિવજીને માનવામા આવે છે
- યોગ મુદ્રામાં અનેક જગ્યાએ ભગવાન શિવની પ્રતિમાં પણ છે
- ઋષિ પતંજલિને યોગના કર્ણધાર માનવામાં આવે છે
- મહાભરત પહેલાં ઋષિ પતંજલિ થઇ ગયા છે
- હિન્દુ, બૌધ, જૈન ધર્મમાં યોગનું ખાસ મહત્વ છે
- રામ, કૃષ્ણ, અર્જૂને પણ યોગ સાધના કરેલી છે
- ભગવાન બુદ્ધે યોગ સાધનાથી દૈવી શક્તિ પ્રાપ્ત કરી હતી
- ભગવાન મહાવીર પણ યોગના ઉપાસક હતા
- યોગથી અનેક દુઃખ અને દર્દનું સમાધાન આવ્યું છે
- આદિ શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી યોગના ઉપસક હતા
- રામકૃષ્ણ પરમહંસએ પણ યોગથી સાધના શક્તિ મેળવી હતી
યોગ માટે 21 જૂનની જ પસંદગી શા માટે?
- યોગ દિવસની પસંદગી કરવાનું ખાસ કારણ પણ છે
- 21 જૂન નોર્થ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે
- વિશ્વના મોટા ભાગના દેશ ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે
- આ સમય દરમિયાન સુર્ય દક્ષિણાયન તરફ આગળ વધે છે
- લાંબાને કારણે તે દિવસે ઇનર શક્તિનો વિકાસ પણ થાય
યોગાભ્યાસના લાભ
યોગ મટાડે રોગ
માનસિક શાંતિ મળે છે
શરીર-ચુસ્તિલું-સ્ફૂરતિલું બને છે
સ્થિતિસ્થાપકતા વધે છે
જટિલ રોગ થતાં અટકે છે,રોગ હોય તો દૂર થાય છે
રોગપ્રતિકારક શક્તિનો વધારો થાય છે
મન અંતરમુખી બને છે
યોગથી દવાઓ લેવાથી મુક્તિ મળે છે
આડ અસર થતી નથી
ખુબ ખર્ચ થતો નથી
વધારે પડતો અભ્યાસ ન કરવો