લદ્દાખમાં ભારત તિબ્બત સીમા પોલીસના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન અને 18000 ફીટની ઉંચાઈ પર યોગ કર્યો.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ નાગપુરમાં યોગ કર્યા
લદ્દાખમાં આઈટીબીપી જવાનોએ કર્યા યોગ
સ્વાસ્થ્ય અને ચરિત્ર સૌથી મહત્વનું- હર્ષવર્ધન
આજે દુનિયામાં 7મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાઈ રહ્યો છે. ભારતની પહેલ પર શરુ થયેલા ખાસ દિવસને લઈને દુનિયાના અલગ અલગ દેશોમાં ખાસ ઉત્સાહ છે. ત્યારે દેશની સીમાઓની સુરક્ષા કરનારા જવાનોએ પણ યોગ કર્યા. જવાનોએ લોકોને યોગને પોતાની દિનચર્યામાં શામિલ કરી સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો છે. લદ્દાખમાં ભારત તિબ્બત સીમા પોલીસના જવાનોએ શૂન્યથી નીચા તાપમાન અને 18000 ફીટની ઉંચાઈ પર યોગ કર્યો. ત્યારે જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફ જવાનોએ યોગ કર્યો. ચીનની આંખોમાં આંખો નાંખી જવાબ આપનાર લદ્દાખની ગલવાન ઘાટીમાં તૈનાત આઈટીબીપીના જવાનોએ પણ હાડ કકડાવતી ઠંડીમાં યોગ કર્યા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મહારાજા અગ્રસેન પાર્કમાં યોગ કર્યા. આ દરમિયાન ડો. હર્ષવર્ધને કહ્યુ કે આપણા માટે સૌથી મહત્વરપૂર્ણ છે અમારુ સ્વાસ્થ્ય અને અમારુ ચરિત્ર. આપણા માટે પોતાના સ્વાસ્થ્યની રક્ષા યોગના માધ્યમથી કરવાનો પ્રયાસ કરવો કોવિડના કાળમાં વધારે ઉપયોગી, પ્રાસંગિક અને મહત્વપૂર્ણ થઈ ગયુ છે. 21 જૂન આપણને સતત દર વર્ષે એ યાદ અપાવવા માટે છે કે યોગ આપણા જીવનનું અભિન્ન અંગ બની ગયુ છે. આ ફક્ત આપણા જીવનમાં વર્ષમાં એક દિવસ સાંકેતિક રુપથી ફક્ત આપણી તાત્કાલિક સંયુષ્ટિ માટે ન હોવો જોઈએ બલ્કે આપણા જીવનનું અંગ બનવું જોઈએ.