બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'મે અને મસ્કે વચન નિભાવ્યું, બાઇડને તો...', સુનિતાની ઘર વાપસી પર ટ્રમ્પનું મોટું નિવેદન
Last Updated: 08:11 AM, 19 March 2025
અમેરિકન અંતરિક્ષ યાત્રીઓ ધરતી પર પરત આવી ચુક્યા છે. જે અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી મીડિયાને કહ્યું કે, જ્યારે હું ઓફિસ (રાષ્ટ્રપતિ બન્યા બાદ) આવ્યો તો મે એલોન મસ્કને કહ્યું કે, આપણે તેઓને (સુનિતા અને બુચ) પરત લાવવા પડશે. બાઇડેને તો તેમને પોતાની જ સ્થિતિ પર છોડી દીધા છે.
ADVERTISEMENT
9 મહિના બાદ પરત ફર્યા
અમેરિકી એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના બાદ અંતરિક્ષમાંથી પરત ફર્યા છે. બંન્ને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સુલ દ્વારા ધરતી પર ઉતર્યા. સુનિતાની ધરતી પર વાપસીની ઉજવણી કરવામાં આવી રહી છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે.
ADVERTISEMENT
PROMISE MADE, PROMISE KEPT: President Trump pledged to rescue the astronauts stranded in space for nine months.
— The White House (@WhiteHouse) March 18, 2025
Today, they safely splashed down in the Gulf of America, thanks to @ElonMusk, @SpaceX, and @NASA! pic.twitter.com/r01hVWAC8S
રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી પહેલા તેમના વિશે વિચાર્યું
રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકી મીડિયા સેવાને કહ્યું કે, જ્યારે હું ઓફીસ આવ્યો તો મે એલોન મસ્કને કહ્યું કે, આપણે તેઓને પરત લાવવા પડશે. બાઇડેને તો તેમને છોડી દીધા છે. તેમણે તેનો ત્યાગ કરી દીધો છે. હવે તેઓ પરત આવી ગયા છે. તેમને સ્વસ્થય થવું પડશે. તેઓ જ્યારે સ્વસ્થય થશે ત્યારે રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે આવશે. મારી સાથે મુલાકાત કરીને મારો આભાર પણ વ્યક્ત કરી શકે છે.
વિશ્વ / પૃથ્વી પર પાછા ફર્યા પછી આ હતું સુનિતા વિલિયમ્સનું પ્રથમ રિએક્શન, જુઓ વીડિયો
જે વચન આપ્યું તે પુર્ણ કર્યું
અગાઉ વ્હાઇટ હાઉસે એક્સ પર લખ્યું કે, જે વચન આપ્યું હતું તેને પુર્ણ કર્યું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 9 મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા અંતરિક્ષ યાત્રીઓને બચાવવા માટેનું વચન આપ્યું હતું. આજે તેમની સુરક્ષીત રીતે લેન્ડિંગ થઇ ગયું છે. એલોન મસ્ક, સ્પેસ એક્સ અને નાસાનો આભાર વ્યક્ત કર્યો.
#WATCH | Being stranded at the International Space Station for 9 months, Sunita Williams is back on Earth with a smile
— ANI (@ANI) March 18, 2025
Today, NASA's SpaceX Crew-9 - astronauts Nick Hague, Butch Wilmore, Sunita Williams, and Roscosmos cosmonaut Aleksandr Gorbunov returned to Earth after the… pic.twitter.com/mdZIQTG4SN
સુનિતાના ચહેરા પર હતી ખુશી
સુનિતા અમેરિક સ્પેસ એજન્સી નાસાના એસ્ટ્રોનોટ છે. સુનિતા જ્યારે ડ્રેગન કેપ્સુલમાંથી નિકળ્યા તો તેમના ચહેરા પર સ્માઇલ હતી. તેમણે લોકોનું અભિવાદન કર્યું. નિશ્ચિત યોજના અનુસાર સવારે 03.27 વાગ્યે ફ્લોરિડાના સમુદ્ર કિનારે સુનિતાનું યાન ઉતર્યું. સુનિતાની વાપસી બાદ અડધી રાત્રે જ ભારતમાં ઉજવણી શરૂ થઇ ગઇ હતી. સુનિતાના પૈતૃક ગામ મહેસાણામાં સૌથી વધારે ખુશીનો માહોલ હતો. લોકો ગરબા કરીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.
રાત્રે સાડા ત્રણ વાગ્યે સુરક્ષીત લેન્ડિંગ
ડ્રેગન સ્પેસક્રાફ્ટ સમુદ્નના કિનારા પર લેન્ડિંગ બાદ સફર પણ ખુબ જ રોમાંચક હતો. ડ્રેગન કેપ્સુલને એક જહાજ પર મુકવામાં આવી હતી. દરેક વ્યક્તિની નજર તેના પર હતી કે, 17 કલાક બાદ કેપ્સુલમાંથી નિકળનારા ચારેય અંતરિક્ષ યાત્રીઓ સ્થિતિ શું હશે. જો કે જ્યારે તમામ ચારેય અંતરિક્ષ યાત્રી બહાર નિકળ્યા તો તેમના ચહેરા પર ખુશી અને જોશ જોઇ શકાતો હતો.
ખુશીના સમાચાર / અવકાશમાંથી પરત આવ્યા સુનિતા વિલિયમ્સ, 9 મહિના બાદ ઘરવાપસી, મહેસાણામાં ઉત્સવનો માહોલ
9 દિવસના બદલે 9 મહિના રહેવું પડ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, 8 જુન 2024 માં સુનિતા અને વિલ્મોર બોઇંગના સ્ટારલાઇનર અંતરિક્ષ યાનમાં બેસીને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ગયા હતા. જો કે ત્યાં પહોંચ્યા બાદ સ્ટારલાઇનર ખરાબ થઇ જવાના કારણે તેઓ ફસાઇ ગયા હતા. 10 દિવસમાં જ તેમણે પૃથ્વી પરત ફરવાના હતા તેના બદલે 9 મહિને તેઓ પરત ફર્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.