બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / સમુદ્રમાં લેન્ડ થતા જ સુનિતા વિલિયમ્સનું ડોલ્ફિન્સે કર્યું સ્વાગત, એલોન મસ્કે શેર કર્યો વીડિયો
Last Updated: 09:58 AM, 19 March 2025
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી સુધીની અંતરિક્ષ યાત્રા 17 કલાકની હતી. આ યાત્રા વિજ્ઞાનના ચમત્કાર અને માણસના પ્રયાસોના સફળ હોવાનું પ્રમાણપત્ર છે. જે પ્રકારે ડ્રેગન કેપ્સુલે સમુદ્રની સપાટીને સ્પર્શી હતી. ચારેબાજુ પેરાશુટથી ઘેરાઇ ગયું હતું. ત્યારે જ ડોલ્ફિન માછલીઓના એક સમુહે ચારેતરફથી ઘેરી લીધું હતું જેમાં સુનિતા વિલિયમ્સ હાજર હતા.
ADVERTISEMENT
સુનિતા વિલિયમ્સ સુરક્ષિત અને સ્વસ્થ
સુનિતા વિલિયમ્સ સુરક્ષિત અને સ્વસ્થ ધરતી પર પરત ફરી ચુક્યા છે. જ્યારે તેમને લઇને આવનાર કેપ્સુલ ડ્રેગને ફ્લોરિડા નજીકના સમુદ્રમાં લેન્ડિંગ કર્યું તો તે ક્ષણ મનુષ્યની વિજ્ઞાન યાત્રાનો એક અવિશ્વસનીય પડાવ હતો. ભારત સહિત સમગ્ર વિશ્વમાં કરોડો લોકો નાસાના લાઇવ ટેલિકોસ્ટને પોતાના ગેઝેટ પર જોઇ રહ્યા હતા. જેવી ડ્રેગન કેપ્સુલ સમુદ્રમાં છપાકના અવાજ સાથે પડી થોડા જ સમય બાદ ત્યાં અદ્ભુત અને અપ્રતિમ દ્રશ્ય જોવા મળ્યું હતું. સમુદ્રમાં સુનિતાના યાનને ડોલ્ફિન માછલીઓએ ઘેરી લીધું હતું અને તે સમુદ્રમાં ઉછળવા લાગી હતી. એવું લાગ્યું કે, આ માછલીઓ 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરેલા સુનિતા વિલિયમ્સનું સ્વાગત કરી રહી હોય. આ ખુબ જ સુંદર દ્રશ્ય હતું.
ADVERTISEMENT
જ્યારે સુનિતા વિલિયમ્સના સ્વાગત માટે દરિયામાં ઉમટ્યું ડોલ્ફિનનું ઝૂંડ, NASAએ શેર કર્યો મસ્ત Video#SunitaWilliams #dolphins #SpaceX #CrewDragon #nasa #returnfromspace #ButchWilmore #elonmusk #safelanding #vtvgujarati
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 19, 2025
Video Source: NASA / X pic.twitter.com/MCT3wYfjdP
એલોન મસ્કે શેર કર્યો વીડિયો
સુનિતાને પૃથ્વી પર લાવવામાં મહત્વનો રોલ નિભાવનારા ઉદ્યોગપતિ એલન મસ્કે આ વીડિયો એક્સ પર રિપોસ્ટ કર્યો છે. આ વીડિયોને લાખો વ્યુ મળી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે, આ મિશનને સફળ થતાની સાથે જ સ્પેસમાં 9 મહિનાથી ફસાયેલા સુનિતા વિલિયમ્સ પોતાના બીજા સાથી બુચ વિલ્મોર પૃથ્વી પર પહોંચી ગયા છે. આ મિશનના બે અન્ય અંતરિક્ષ યાત્રી નિક હેગ અને રશિયન અંતરિક્ષ યાત્રી લેગ્જેન્ડર ગોર્બુનોવ પણ સ્પેસથી આવ્યા છે.
Astronauts greeted by Dolphins 🐬 pic.twitter.com/AZB4D7opgv
— Rob Schmitt (@SchmittNYC) March 18, 2025
વહેલી સવારે લેન્ડ થઇ કેપ્સુલ
ભારતના સમય અનુસાર વાત કરીએ તો આજે વહેલી સવારે 03.58 વાગ્યે ડ્રેગન કેપ્સુલ ફ્લોરિડાના સમુદ્રમાં લેન્ડ થયું હતું. તેની ગતિને નિયંત્રિત કરવા માટે ચાર પેરાશુટ તેની સાથે જોડાયેલા હતા. જેવી ડ્રેગન કેપ્સુલે સમુદ્રની સપાટીનો સ્પર્શ કર્યો. ચારેય પેરાશુટ ધીરે ધીરે પડી ગયા. ત્યાર બાદ નાસાએ પોતાની કોમેન્ટરીમાં કહ્યું કે, ...અને આ સ્પલેશડાઉન છે, ક્રૂ-9 પૃથ્વી પર આવી ચુક્યું છે.
Splashdown of Dragon confirmed – welcome back to Earth, Nick, Suni, Butch, and Aleks! pic.twitter.com/M4RZ6UYsQ2
— SpaceX (@SpaceX) March 18, 2025
હજારો લોકોની આંખોમાં ખુશીના આંસુ
પોતાના શ્વાસ રોકીને હજારો લોકો આ સમયનું સ્વાગત કરવા માટે આતુર હતા તેઓ તાળીઓ પાડી રહ્યા હતા અને સંતોષ સાથે સ્માઇલ આપી રહ્યા હતા. ત્યાર બાદ કંટ્રોલ સેન્ડરે આ આગંતુકોનું સ્વાગત કરતા કહ્યું કે, નિક, એલેક, બુચ, સુની... સ્પેસએક્સની તરફથી ઘરે પરત ફરવા બદલ તમને અભિનંદન અને સ્વાગત છે.
ડોલ્ફિન માછલીઓ પણ સ્વાગત માટે પહોંચી
ત્યાર બાદ જિજ્ઞાસુ ડોલ્ફિન માછલીઓનો એક સમુહે ડ્રેગન કેપ્સુલને ચારે બાજુથી ઘેરી લીધી હતી. તેની આસપાસ ફરવા લાગી હતી. આ ખુબ જ સુંદર તસ્વીર હતી. આ પોસ્ટને એલોન મસ્કે શેર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.