વિદેશી કંપનીઓએ ચીન છોડીને ભારત આવીને આકર્ષવાના હેતુથી શ્રમ કાયદાઓમાં બદલાવ કરવાને લઇને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને પીએમ મોદીને પત્ર લખીને ચિંતા દર્શાવી છે. મજૂરોના અધિકારોની વાત કરનારી વૈશ્વિક સંસ્થાએ પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયની સમક્ષ શ્રમિકોને લઇને વ્યક્ત કરવામાં આવેલી પ્રતિબદ્ધતાનું પાલન કરવું જોઇએ.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને પીએમ મોદીને પત્ર લખીને ચિંતા દર્શાવી છે
આઇએલઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ શ્રમ કાયદાઓને જાળવી રાખવા જોઇએ
ઇકોનોમિક ટાઇમ્સની રિપોર્ટ મુજબ આઇએલઓએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ શ્રમ કાયદાઓને જાળવી રાખવા જોઇએ. 10 મજૂર સંગઠનો તરફથી આંતરરાષ્ટ્રીય સંસ્થા સમક્ષ ફરિયાદ કર્યા બાદ આ પત્ર લખવામાં આવ્યો છે.
દેશમાં ઘણા ભાજપ શાસિત રાજ્યોએ ગત દિવસોએ શ્રમ કાયદાઓમાં બદલાવ કર્યો હતો. આ ઉપરાંત ઘણા રાજ્યોએ મજૂરોના કામનો સમય 8થી વધારીને 12 કલાક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ભાજપ શાસિત રાજ્યો દ્વારા આમ કરવાનો આરએસએસ સમર્થિત સંગઠન ભારતીય મજૂર સંઘે પણ વિરોધ કર્યો હતો.
આઇએલઓના સીનિયર અધિકારી કારેન કર્ટિસ તરફથી મજૂર સંગઠનોને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ગાય રાઇડરે આ મામલાને ધ્યાને લીધો છે અને પીએમ નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાની પ્રતિબદ્ધતા બનાવી રાખે.
આટલુ જ નહીં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન તરફથી 22 મેએ લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે જો ભારત તરફથી કોઇ જવાબ અથવા ટિપ્પણી આવે છે તો તેના વિશે આપને જાણકારી આપવામાં આવશે.
કોંગ્રેસ સમર્થિત સંગઠન ઇન્ટક, લેફ્ટ સમર્થિત સંગઠન CITU અને AITUC તથા HMS, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF અને UTUC જેવા સંગઠનોએ પણ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને પત્ર લખીને અપીલ કરી હતી કે શ્રમ કાયદાઓમાં બદલાવને રોકવામાં આવે. આટલું જ નહીં શ્રમ સંગઠનોએ ગત દિવસોએ એક રાષ્ટ્રવ્યાપી આંદોલન તેના વિરોધમાં કર્યું હતું.
ભારતીય મજૂર સંઘ સહિત ઘણા સંગઠનોના વિરોધ પ્રદર્શન બાદ ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનની સરકારોએ સિંગલ શિફ્ટને 8 કલાકની જગ્યાએ 12 કલાક કરવાના પ્રસ્તાવને પાછા લઇ લીધો હતો.