બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / ભારતના ઉંટવૈદ્યનો લંડનમાં પણ ત્રાસ, ભારતનો કમ્પાઉન્ડર ડોક્ટર બની લંડન પહોંચ્યો અને...
Last Updated: 11:02 AM, 19 March 2025
લંડનમાં એક ભારતીય મહિલા ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, મળતી માહિતી અનુસાર મહિલા ડોક્ટરને બેઝીક માહિતીઓ પણ નહોતી. એટલે સુધી કે તેને એક્સ રે મશીન સેટ કરતા પણ આવડતું નહોતું. આખરે જ્યારે તપાસ કરવામાં આવી તો ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું.
ADVERTISEMENT
એક્સ રે ટેક્નિશિયન તરીકે લાગી મહિલા
લંડનમાં કેરળની એક રેડિયોગ્રાફક સ્મિતા જોડીનને બ્રિટનમાં છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે, કારણ કે તે ખુબ જ બેઝીક ગણાય તેવા કામ પણ કરી શકતી નહોતી. રિપોર્ટ અનુસાર હાથ કે પગનો એક્સરે કરવો તે ટ્રેનિંગ કરનારા રેડિયોગ્રાફર માટે ખુબ જ સરળ હોય છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, તેમણે સરેમાં રહેલા નોર્થ ડાઉન્સ હોસ્પિટલમાં જાન્યુઆરી 2023 થી કામ શરૂ કર્યું હતું અને દાવો કર્યો કે, તેની પાસે 23 વર્ષનો અનુભવ છે.
ADVERTISEMENT
મશીન સેટ કરતા પણ આવડતા નહોતા
સ્મિતાએ 2021 માં સ્વાસ્થય અને સારસંભાળ પરિષદ (HCPC) માં રજીસ્ટ્રેશન માટે અરજી કરી હતી. પોતાની પ્રથમ ભાષા અંગ્રેજી જણાવી હતી. બ્રિટનમાં કામ કરવા માટે રેડિયોગ્રાફરોને આ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જો કે તપાસમાં સામે આવ્યું કે, તેને સારી રીતે અંગ્રેજી પણ આવડતું નહોતું. તે રેડિયોગ્રાફીના બેઝીક સ્ટેપ્સ અંગેના સવાલોના જવાબ પણ આપી શકી નહોતી.
શરીરના મુળભુત ઢાંચાની ઓળખ પણ કરી શકતી નહોતી. મશીન સેટ કરવાનું પણ આવડતું નહોતું. જરૂરી જીવન રક્ષક ટ્રેનિંગમાં પણ તે ફેલ થઇ ગઇ હતી અને તેણે પોતાના અનુભવ અંગે ખોટી માહિતી આપી હતી.
દર્દી બનીને પહોંચ્યો મેનેજર
મહિલાનો મેનેજર ફર્નાંડો પિંટોએ તેમની કામ કરવાની પદ્ધતી પર એટલી શંકા ગઇ હતી કે, તે પોતે જ દર્દી બનીને પહોંચ્યો હતો. તેમણે તેની કમરના બદલે ઘુંટણ પર મશીન સેટ કરી દીધું હતું. જેના કારણે બિનજરૂરી રેડિએશન થયું, જે કેન્સરનું કારણ બની શકે છે. મેનેજરે જણાવ્યું કે, સ્મિતાને એક્સરે મશીન અંગે કોઇ જ માહિતી નહોતી. તેમને ખબર નહોતી કે મશીન કઇ પોઝિશનમાં રાખવું જોઇએ અને કયા બટનનો ઉપયોગ કરવો જોઇએ.
ભારતમાં કમ્પાઉન્ડર હતી
સ્મિતાને કાંડામાં રહેલી સ્કૈફોઇડ હાડકા અંગે કોઇ જ જ્ઞાન નહોતું. તે ડોકના હાડકાના ફ્રેક્ચરને સમજતી નહોતી અને ફિમર હાડકા અંગે પણ માહિતી નહોતી. જીવન રક્ષક ટ્રેનિંગમાં પણ નિષ્ફળ રહી કારણ કે તે ટ્રેનરની વાત સમજી શકી નહોતી. એપ્રીલ 2023 માં ત્રણ મહિનાની સમીક્ષા બેઠકમાં જ્યારે તેની આ બધી બાબતો પર સવાલ ઉઠ્યા તો તેણે જણાવ્યું કે, પહેલા તે ભારતીય હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતી. રિસેપ્શન ડેસ્ક પર દર્દીઓનું રજીસ્ટ્રેશન કરતી હતી. તેણે તેમ પણ જણાવ્યું કે, તેણે સીટી સ્કેનર પર કામ કર્યું હતું પરંતુ એક્સરે મશીન પર નહી.
અંગ્રેજી પણ નબળું
સ્મિતાની અંદર અનેક બાબતોનું અજ્ઞાન હતું. જેના કારણે તેને રજા પર ઉતારી દેવામાં આવી જે નોકરીમાંથી કાઢવા તરફ ઇશારો હતો. ત્યાર બાદ 26 એપ્રીલ 2023 ના રોજ તેના મેનેજરે HCPC ને તેના અંગ્રેજી ભાષા અને પ્રોફેશન માહિતીના અભાવ અંગે જણાવ્યું. હોસ્પિટલે હોમ ઓફિસને પણ માહિતી આપી હતી ત્યાર બાદ તેને 60 દિવસની અંદર બ્રિટન છોડવા માટે આદેશ અપાયો. સુનાવણી દરમિયાન સ્મતિએ કહ્યું કે, ભારતની એક્સ-રે મશીન બ્રિટનના મશીન કરતા અલગ હતા. આ ઉપરાંત તેણે હોસ્પિટલ પર વંશીય હોવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.