બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / રાજકોટ / Internal strife in Jasdan BJP after elections

રાજકારણ ગરમાયું / જસદણની ઓડિયો ક્લિપ વાયરલ થવા મામલે પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું- ભાજપના કાર્યકર્તા શિસ્તબદ્ધ સૈનિકો છે

Malay

Last Updated: 04:36 PM, 6 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા જસદણના ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળીયાને હરાવવાની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં જસદણ-વિછીયાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના બે કાર્યકરો વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થવા મુદ્દે કુંવરજી બાવળીયા અને પ્રદીપસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે.

  • ચૂંટણી બાદ જસદણ ભાજપમાં આંતરિક કલહ
  • ઓડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો
  • ચૂંટણી વખતે મારી વિરૂદ્ધમાં કામ કરાયુ છેઃ બાવળીયા
  • આવા કાર્યકર્તા વિરુદ્ધ પગલાં લેવામાં આવશેઃ પ્રદીપસિંહ વાઘેલા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ પહેલા જસદણના ભાજપના ઉમેદવારને હરાવવાની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં જસદણનું રાજકારણ ગરમાયું છે. ભાજપના જ બે નેતા વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થયા બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપની VTV ન્યૂઝ પુષ્ટિ કરતું નથી.

ચૂંટણી વખતે મારી વિરૂદ્ધમાં કરાયું કામ: બાવળીયા
કુંવરજી બાવળીયાએ જણાવ્યું છે કે,  'આજે ગજેન્દ્રભાઈ રામાણીની ઓડિયો ક્લિપ મને સાંભળવા મળી. આ ઓડિયો ક્લિપ સાબિત કરી બતાવે છે કે તેમણે ચૂંટણી વખતે મારી વિરુદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું છે.'

ભાજપના કાર્યકરો સાંકેતિક ભાષામાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા કરતા હતા પ્રચારઃ બાવળીયા
તેમણે જણાવ્યું કે, ગજેન્દ્રભાઈ રામણીવાળી ટોળકીએ મતદાન વખતે અને એ પહેલા પણ ખુલ્લેઆમ પાર્ટી વિરુદ્ધમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટે સાંકેતિક ભાષામાં પ્રચાર કર્યો છે. આ ઓડિયો ક્લિપ હું હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરીશ. જે રીતે ગજેન્દ્રભાઈ બોલે છે તેનાથી સાબિત થાય છે કે આની પાછળ ભરત બોઘરા કામ કરી રહ્યા છે'

જસદણ મુદ્દે પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન
તો જસદણની ઓડિયો ક્લિપ મામલે  પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ જણાવ્યું કે, ભાજપના કાર્યકર્તા શિસ્તબદ્ધ સૈનિકો છે. કાર્યકરોના પરિશ્રમના કારણે સરકાર બને છે. અમૂક જગ્યાએ કાર્યકર્તા આશિસ્તમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આવા કાર્યકર્તા વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

જસદણ ભાજપ નેતાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં 'જય ભોળાનાથ' કોડવર્ડ સાથે ભાજપના ઉમેદવારને હરાવવાની ચર્ચા થતા રાજકારણ ગરમાયું છે. ઓડિયોમાં પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તેમજ સ્થાનિક નેતાઓ જસદણના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા હારે તેવું ઇચ્છતા હોવાનું જણાવાઈ રહ્યું છે. ઓડિયો ભાજપ નેતા ગજેન્દ્ર રામાણીનો હોવાની ચર્ચા હાલ ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે. જોકે, VTV ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.


 

સંકળાયેલા મુદ્દાઓ

BJP Elections Internal strife jasdan ઓડિયો ક્લિપ વાયરલ જસદણ બેઠક જસદણનું રાજકારણ ગરમાયું Gujarat Elections 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ