પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળમાં ભાગલા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, લાલજીભાઈએ અટકાવેલી નિમણુંકને લઈને વિવાદ વકર્યો છે.
એક જૂથ દ્વારા હોદ્દેદારોની નિયુકિત કરી દેવાઈ હતી
બે વર્ષથી SPGના લેટરપેડના દુરુપયોગ થયા હોવાના આક્ષેપ
સંગઠનને તોડવાનું ષડયંત્ર હોવાનો આરોપ
પાટીદાર સંગઠન SPGમાં આંતરિક વિખવાદ સામે આવ્યો
પાટીદાર સમાજના યુવાનોના સંગઠન સરદાર પટેલ સેવાદળ (SPG)માં ભાગલા પડ્યા છે. તાજેતરમાં SPGના અધ્યક્ષ લાલજી પટેલને બાજુમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. આ અગાઉ લાલજી પટેલે તમામ જિલ્લા અને ઝોનના પ્રમુખોના હોદ્દા રદ કર્યા હતા. જો કે, પૂર્વ હોદ્દેદારોએ બળવો કરી બેઠક બોલાવી હતી.અને બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહામંત્રીની નિમણૂક કરી હતી.
સરદાર પટેલ સેવાદળના લેટરપેડનો દુરોપયોગ વાત સામે આવી
ત્યારે સરદાર પટેલ સેવાદળમાં આંતરિક વિખવાદ અંગે SPGએ એક નવી પ્રેસનોટ બહાર પાડી છે. જેમાં સરદાર પટેલ સેવાદળના લેટર પેડનો છેલ્લા બે વર્ષથી દુરુપયોગ થતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ સંગઠનને તોડવાનું ષડયંત્ર હોવાનો આરોપ પણ લગાવ્યો છે. ઉલલ્લેખનીય છે કે, લાલજી પટેલથી નારાજ હોદ્દેદારોએ ભેગા મળીને તાજેતરમાં કારોબારીની બેઠક બોલાવી હતી. જેમાં હોદ્દેદારોની નિયુક્તિ પણ કરી દીધી.