બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Internal dispute in Rajkot city BJP reached its peak

રાજકોટ / 'ફરિયાદ કરી નાખો તમતારે..' ભાજપના MLA અને IT સેલના કાર્યકર વચ્ચે ડખો, ખખડાવતી ઓડિયો કલીપ વાયરલ

Last Updated: 05:01 PM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે, ધારાસભ્ય દર્શિતા શાહે આક્ષેપ કર્યો છે તેમને આઈટી સેલ મહત્વ આપતા નથી

  • રાજકોટ શહેર ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો
  • MLA અને IT સેલના કાર્યકર વચ્ચે આંતરિક ખટરાગ
  • MLA દર્શિતા શાહને IT સેલ મહત્વ ન આપતો હોવાનો આરોપ


રાજકોટ શહેર ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ધારાસભ્ય અને IT સેલના કાર્યકર વચ્ચે આંતરિક ખટરાગ ચાલી રહ્યો છે તેવું ધ્યાને આવ્યું છે. ધારાસભ્ય દર્શિતા શાહને IT સેલ મહત્વ ન આપતો હોવાનો આરોપ લગાવવામા આવી રહ્યો છે. દર્શિતા શાહ અને IT સેલના અતુલ નથવાણીનો ઓડિયો વાયરલ થયો છે.

દર્શિતા શાહના IT સેલ પર ગંભીર આરોપ
એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે જે ઓડિયામાં દર્શિતા શાહના IT સેલ પર ગંભીર આરોપ છે. ધારાસભ્યના ફોટા સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.  દર્શિતા શાહ જણાવી રહ્યાં છે કે, IT સેલ મારા ફોટા સોશિયલ મીડિયામાં મૂકતુ નથી. જે સમગ્ર મામલે દર્શિતા શાહ અને તેના પતિએ IT સેલના કાર્યકરોને ખખડાવ્યા છે. વોર્ડ નંબર 2ના ભાજપના ગ્રુપમાંથી IT સેલના કાર્યકરોને કઢાયા છે.

ધારાસભ્ય અને આઈટી સેલના કાર્યકર્તાનો ઓડિયો વાયરલ
જે ઓડિયોમાં આઈટી સેલના કાર્યકર્તા તેમજ ધારાસભ્ય દર્શિતા શાહ ફોટા મુકવા સામે સામે બોલાચાલી કરી રહ્યાં છે, જે ઓડિયોમાં દર્શિતા શાહ જણાવી રહ્યાં છે કે,  મારા ફોટો વોર્ડ નંબર 2માં કેમ નથી મુકતા અને આગળ આ બાબતની ફરિયાદ કરીશ તેમ જણાવી રહ્યાં છે જ્યારે કાર્યકર્તા કહે છે કે, મને તેમાં બ્લોક કરી દેવામાં આવે છે. કાર્યકર્તા એતુલ નાથાવણીએ કહ્યું કે, કરી નાંખો મને કાંઈ વાંધો નથી.

 

સંકળાયેલા મુદ્દાઓ

MLA દર્શિતા શાહ Rajkot News rajkot city BJP આંતરિક વિવાદ ઓડિયો વાયરલ Rajkot city BJP
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ