Team VTV07:20 AM, 14 Feb 23
| Updated: 01:59 PM, 20 Feb 23
વડોદરા કોંગ્રસના વજનદાર નામ અને વિધાનસભા ઇલેકશનમાં સયાજીગંજ બેઠક પરથી બીજેપી સામે ઉમેદવારી નોંધાવનારા અમીબહેન રાવતની લવસ્ટોરી વાંચ્યા પછી જો તમારા શરીરના લોહીની ઝડપ વધી ન જાય તો માનવું કે, તમે ક્યારેય સાચાં પ્રેમનો અનુભવ નથી કર્યો!
કોંગ્રેસના અમી રાવતની રસપ્રદ લવસ્ટોરી
મારી માટે એક જ વાત મહત્વની હતી, જ્યાં નરેન્દ્ર ત્યાં હું:અમી રાવત
'કંઈ લીધા વિના પહેરેલાં કપડે કોઈને કહ્યા વિના હું ઘરેથી નીકળી ગઈ હતી'
2022ની ગુજરાત વિધાનસભા ઇલેકશનમાં નરેન્દ્ર-વૅવ્સમાં ભલભલા તણાયા અને એમાં બરોડાની...
કોંગ્રેસના અમી રાવતની રસપ્રદ લવસ્ટોરી
મારી માટે એક જ વાત મહત્વની હતી, જ્યાં નરેન્દ્ર ત્યાં હું:અમી રાવત
2022ની ગુજરાત વિધાનસભા ઇલેકશનમાં નરેન્દ્ર-વૅવ્સમાં ભલભલા તણાયા અને એમાં બરોડાની સયાજીગંજ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી ઉમેદવારી નોંધાવનારા અમી રાવત પણ બાકત નહોતાં અને એ પછી પણ અમીબહેનને ‘નરેન્દ્ર’ નામ પર ગુસ્સો નથી, જેનું કારણ પણ છે. આ જ તો એ નામ છે જે નામની સાથે તેમનો શ્વાસ ચાલે છે. હા, અમી રાવતના પતિનું નામ નરેન્દ્ર છે અને નરેન્દ્ર રાવત સાથે મૅરેજ કરવા માટે અમીબહેને પોતાના માબાપનું ઘર છોડી પહેરેલા કપડે નીકળી ગયા હતાં. અમીબહેન કહે છે, ‘મારી માટે એક જ વાત મહત્વની હતી, જ્યાં નરેન્દ્ર ત્યાં હું. હું જે દિવસે ઘર છોડીને નીકળી એ સમયે તો નરેન્દ્ર તો વિરોધ રેલીમાં નીકળી ગયા હતાં, તેને ખબર પડી કે હું મારું ઘર છોડીને આવી ગઈ છું એટલે તે ભાગતાં ઘરે આવ્યા અને બીજા દિવસે અમે મૅરેજ કર્યા.’ 1995નું વર્ષ અને 12મી ડિસેમ્બરના દિવસે અમી વૈષ્ણવ, અમી રાવત બન્યાં અને એ પછી સાવ અનાયાસે જ તેમણે પતિ-કમ-પ્રેમી-કમ-મેન્ટોર એવા નરેન્દ્ર રાવતે ચીંધેલા પાથ પર પગલાં માંડી રાજકારણમાં પ્રવેશ કર્યો.
એ ઝનૂન, એ જૂસ્સો
ચૂસ્ત વૈષ્ણવ ફૅમિલીના અમીબહેને ટ્વેલ્થ પૂરું કર્યુ અને એમ.એસ.યુનિવર્સિટીમાં સિવિલ એન્જિન્યરિંગમાં એડમિશન લીધું. નૅચરલી સપનાઓ તો બહુ દૂર સુધી જવાના હતાં પણ દૂરની એ સફર શરૂ થાય એ પહેલાં જ અમીબહેનની આંખ કોલેજના એક એવા સીનિયર પર પડી જેના શબ્દોમાં તાકાત હતી, જેના અવાજમાં દરિયો ધ્રુજાવી દે એવું ઝનૂન હતું અને જેની આંખોમાં પથ્થર ઓગાળવાની ક્ષમતા હતી. અમીબહેન નરેન્દ્રભાઇએ દિવસો યાદ કરતાં કહે છે, ‘યુનિવર્સિટીમાં જનરલ સેક્રેટરીનું ઇલેકશન આવવાનું હતું અને એની તૈયારીઓ ચાલતી હતી. નરેન્દ્રએ ઇલેકશનમાં ભાગ લેવાના હતાં. તેમની સ્પીચ સાંભળી, સ્પષ્ટવક્તાપણું જોઈ જૅન્યુઇનલી હું બહુ ઇમ્પ્રેસ થઈ અને પછી ધીમેધીમે અમે મળતાં થયા. એકાદ-બે વર્ષ આ બધું ચાલ્યું અને એવામાં મારે ત્યાં મારા માટે છોકરો જોવાની વિધી શરૂ થઈ. શરૂઆતમાં તો મેં છોકરાઓ રીજેક્ટ કરવાનું શરૂ કર્યુ પણ પછી મને થયું કે આવું કરીને હું છોકરાવાળા અને પેરેન્ટ્સ એ બન્નેને હેરાન કરું છું.’ એક દિવસ હિંમત કરીને અમીબહેને પપ્પા-મમ્મીને નરેન્દ્ર રાવતની વાત કરી દીધી અને એ જ થયું, જેનો તેમને ડર હતો. જ્ઞાતિબાધ આંખ સામે ધરીને મમ્મી-પપ્પાએ આ મૅરેજ માટે ના પાડી દીધી. જોકે એ વાતથી અમીબહેનને કોઈ ફરક નહોતો પડ્યો.
પ્યાર કિયા તો ડરના ક્યા...
જનરલ સેક્રેટરીની ઇલેકશનની તૈયારીઓ ચાલતી હતી એટલે અમીબહેને એ સમયના બૉયફ્રેન્ડ એવા નરેન્દ્રભાઈ પર કોઈ પ્રેસર ઊભું કર્યુ નહીં પણ બન્નેએ સાથે મળીને એટલું નક્કી કરી લીધું કે ઇલેકશન પછી તરત જ મૅરેજ વિશે ફાઇનલ સ્ટેપ લેવું. અમીબહેન કહે છે, ‘ઇલેકશનમાં નરેન્દ્ર જીતી ગયા અને મારે ત્યાં પણ બીજો કોઈ પ્રોબ્લેમ હતો નહીં એટલે મને લાગ્યું કે અમારે આ સમય ખેંચી લેવો જોઈએ પણ મારા ફૅમિલીમાં દરરોજ મારા કારણે નાની-મોટી આર્ગ્યુમેન્ટ થતી રહેતી એટલે એક દિવસ મેં કાયમી રસ્તા તરીકે નિર્ણય લઈ લીધો અને પહેરેલાં કપડે કોઈને કહ્યા વિના હું ઘરેથી નીકળી ગઈ.’ નરેદ્રભાઇ જણાવે છે એ સમયે મોબાઇલ ન હતા એટલે મે એક પત્ર લખી પ્રપોઝ કરી નાખ્યું હતુ કોલેજના અંતિમ દિવસો ચાલતા હતા અને થયુ કે હવે નહી કહુ તો પછી કોણ ક્યા હશે અને હિમત કરી નાખી. મૅરેજ પછી સામાન્ય રીતે જે બનતું હોય છે એવું જ અમીબહેન અને નરેન્દ્રભાઈની લાઇફમાં બન્યું. આજે બન્ને ફૅમિલી એકબીજા સાથે પૂરા માન-સન્માન અને પ્રેમથી જોડાઈ ચૂક્યો છે. અમીબહેનના સ્માઇલ સાથે કહે છે, ‘પ્રેમની આ જ તાકાત છે. એ ગુસ્સાથી માંડીને નફરત સુદ્ધાંને તોડી નાખે.’