બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Budget 2025-26 / ન્યૂઝ કેપ્સ્યુલ / ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ છે રસપ્રદ, કંઇક આવું હતું પ્રથમ બજેટ, જાણો વિગત
Last Updated: 11:41 AM, 19 February 2025
ગયા વર્ષે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વિધાનસભામાં 2024-25નું બજેટ રજૂ કર્યું હતું. રાજ્ય સરકારે જે બજેટ 2024-25 રજૂ કર્યું હતું એ ઐતિહાસિક કુલ 3 લાખ 32 હજાર 465 કરોડનું બજેટ હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમનું ત્રીજુ બજેટ રજૂ કર્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે. ત્યારે આજે વાત કરીએ ગુજરાતના સૌ પ્રથમ બજેટ વિશે કેટલીક રસપ્રદ વાતો.
ADVERTISEMENT
1 મે 1960ના રોજ મહારાષ્ટ્રથી ગુજરાત છૂટું પડ્યું, આ પછી ગુજરાતનું પહેલું બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. તે સમયે ડૉ. જીવરાજ મહેતા મુખ્યમંત્રી પણ હતા અને નાણાંમંત્રીનો હવાલો પણ સંભાળતા હતા. ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ અમદાવાદ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના અમરેલીમાં જન્મેલા જીવરાજ મહેતા નાણામંત્રી, મુખ્યમંત્રી અને કુશળ ડૉક્ટર પણ હતા. ગુજરાતના પહેલા બજેટનો ઇતિહાસ રસપ્રદ છે. મહારાષ્ટ્રથી અલગ થયા પછી ગુજરાતનું આ પહેલું બજેટ હતું, જે 22 ઓગસ્ટ 1960 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી જીવરાજ મહેતા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
ગુજરાતનું પહેલું બજેટ હતું 115 કરોડ રૂપિયાનું
સામાન્ય રીતે નાણાકીય વર્ષ માર્ચથી શરૂ થાય છે પરંતુ ગુજરાતનું પહેલું બજેટ 22 ઓગસ્ટ 1960 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. આવું એટલા માટે થયું કારણ કે 1 મેના રોજ ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. જેના લીધે સ્વતંત્ર ગુજરાતનું પહેલું બજેટ ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું, ગુજરાતનું પહેલું બજેટ 115 કરોડ રૂપિયાનું હતું, જેમાં ખાદ્યાન્નનું બજેટ 3 કરોડ 87 લાખ રૂપિયા હતું. જો કે છેલ્લા છ દાયકામાં ગુજરાતની પ્રગતિ સાથે ગુજરાતનું બજેટ વધ્યું છે.
અગાઉના સમયમાં એક-એક પૈસાનો હિસાબ બજેટમાં હતો, એ પછી બજેટનું કદ વધતું ગયું. ગયા વર્ષે, નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે 3,32,465 કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું હતું, એ અગાઉ વર્ષ 2023-24 માટેનું બજેટ 3.12 લાખ કરોડ રૂપિયા હતું અને 2022-23 માટે 2,43,965 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું.
આ પણ વાંચો: આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, CR પાટીલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્યોની બેઠક
વજુભાઈ વાળાએ સૌથી વધુ વખત રજૂ કર્યું રાજ્યનું બજેટ
નરેન્દ્ર મોદીના નામે સૌથી વધુ સમય સુધી સતત મુખ્યમંત્રી રહેવાનો વિક્રમ છે, ત્યારે તેમના શાસનમાં પૂર્વ નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સતત 18 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. વજુભાઈ વાળાએ મોદી શાસનમાં 11મું અંદાજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.