ખુશખબર / લોકડાઉનમાં EMI ચૂકવનારાઓના ખાતામાં 5 નવેમ્બર સુધીમાં આવશે પૈસા, RBIએ બેંકોને આપ્યા આદેશ

interest on interest rebate would credit to your loan account by november 5 rbi orders lenders including all banks and nbfcs

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ સરકારી ખાનગી બેંકો અને નોન બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓને આદેશ આપ્યો છે કે વ્યાજ પર વ્યાજ માફીની યોજનાને 5 નવેમ્બર 2020માં લાગુ કરી દેવામાં આવે. હકિકતમાં કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે 2 કરોડ રુપિયાની લોન પર 6 મહિના સુધી મોરેટોરિયમ સુવિધા લેનારા લોકો પર વ્યાજ પર વ્યાજ માફ કરી દેવાશે. નાણા મંત્રાલયના નાણા સેવા વિભાગના જણાવ્યાનુસાર 2 કરોડ રુપિયા સુધીની લોન અકાઉન્ટ પર લેણદારોને વ્યાજ પર વ્યાજ માફીમાં રાહત અપાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ