બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Instead of wedding songs, mourning mourners, refusing to speak the term, brandished a knife and dropped the corpse.
Mehul
Last Updated: 06:00 PM, 11 February 2022
ADVERTISEMENT
સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી કેવું ગંભીર રૂપ ધારણ કરી લેતી હોય છે તેની કલ્પના તુરંત નથી આવતી પણ ઘટના ઘટી ગયા બાદ જે સ્થિતિ ઉત્પન થાય છે તેનાથી એક નહિ પણ પાંચ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર ગુજરાતના રાધનપુર તાલુકાના ભિલોટ ગામમાં બન્યો.
જુના ભીલોટ ગામે ભત્રીજીના લગ્ન કરવા આવેલા કાકાને દિલ્હીથી આવેલા યુવાન સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેથી યુવાને છરી કાઢીને ભોંકી દેતાં કાકાના જમણાં પગમાં છરી આરપાર નીકળી ગઈ હતી. જયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
ADVERTISEMENT
દિલ્હીનાં જહાંગીરપુરીમાં રહેતા રાધનપુર તાલુકાના જુના ભીલોટના વતની નારણભાઇ દેવજીભાઈ વણકર ભાઈઓ અને બહેનો સાથે ભત્રીજી ગીતાબેન અને ભત્રીજા ધીરજના લગ્ન પ્રસંગે પોતાના વતન જુના ભીલોટ આવ્યા હતાં. ગુરુવારે ગીતાબેનની કોલીવાડાથી જાન આવી હતી. જાનનો ઉતારો બાજુના ઘરમાં ખેમાભાઈ ઉકાભાઇ વણકરને ત્યાં અપાયો હતો.
બપોરસુમારે જાનના ઉતારે મહેમાનોને ચા-પાણી આપવા ગયા ત્યારે મૂળ સાંથલીનો વતની અને દિલ્હીમાં જહાંગીરપુરીમાં રહેતો શંકરભાઇ મણીભાઈ વણકર ત્યાં પહોચ્યો અને જાનના મહેમાનો પાસે ઉભો રહીને ગાળો ભાંડવા લાગ્યો. પરિણામે યજમાને ગાળો બોલવાની ના પાડતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને શંકર વણકરે છરી જેવું તીક્ષ્ણ હથિયાર કાઢીને રમેશના પગે મારતાં છરી પગમાં આરપાર નીકળી ગઈ હતી.
ઘટના બાદ શંકરભાઇ વણકરના પગમાંથી છરી કાઢી રાધનપુરની સરકારી દવાખાને પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતા. ત્યાંથી બાદ ધારપુર લઇ જવાયા. વધુ પડતું લોહી વહી જવાના કારણે રમેશભાઈને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન જ તેઓનું મોત નીપજ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT