બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / હવેથી એકસાથે 20 ફોટોઝ-વીડિયોઝ કરી શકાશે શેર, Instagramને લઇ આવી સૌથી મોટી અપડેટ
Last Updated: 03:03 PM, 9 August 2024
લોકપ્રિય ફોટો- વીડિયો શેયરિંગ પ્લેફોર્મ Instagramમાં એક મોટુ અપડેટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી યુઝર્સ એક પોસ્ટમાં વધારેમાં વધારે 10 ફોટો કે વીડિયો શેર કરતા હતા. પરંતુ હવે આ લિમિટને વધારીને 20 કરી દેવામાં આવી છે. એટલે કે જો તમે કોઈ કેરોસેલ પોસ્ટ શેર કરી રહ્યા છો તો વધારેમાં વધારે 20 ફોટો કે વીડિયો શેર કરી શકાશે.
ADVERTISEMENT
2017માં સૌથી પહેલા આવ્યું હતું કેરોસેલ ફીચર
ADVERTISEMENT
મેટાની ઓનરશિપ વાળા પ્લેટફોર્મે વર્ષ 2017માં સૌથી પહેલા કેરોસેલ ફિચર રોલઆઉટ કર્યું હતું અને હવે તેને મોટુ અપગ્રેડ મળ્યું છે. પ્લેટફોર્મે ક્રિએટર્સ અને યુધર્સની જરૂરીયાત સમજતા છેલ્લી 10 મીડિયા કન્ટેન્ટ્સની લિમિટને સીધી ડબલ કરી દીધી છે. તેના ઉપરાંત સ્લાઈડ્સની સાથે કોલેબ કરવા અને મ્યુઝિક શેર કરવાના વિકલ્પ પણ મળી રહ્યા છે.
આ રીતે કામ કરે છે કેરોસેલ ફિચર
ઈન્સ્ટાગ્રામ પર જો તમે એકથી વધારે ફોટો કે વીડિયો એક જ પોસ્ટમાં શેર કરવા માંગો છો તો તમે કેરોસેલ વિકલ્પ ઉપયોગ કરી શકો છો. એવા પોસ્ટ્સની નીચે ડોટ્સ દેખાય છે અને રાઈટ સ્વાઈપ કરતા એક બાદ એક ઘણા ફોટો કે વીડિયો જોવા મળી શકે છે.
આ પ્રકારે કોઈ એર ટોપિક કે સબ્જેક્ટના ઘણા ફોટો એકસાથે શેર કરવાના વિકલ્પ મળી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.