ફેસબુકનાં સ્વામિત્વવાળા ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામે પોતાનાં યૂઝર્સને માટે નવું અપડેટ રજૂ કર્યુ છે. ઇન્સ્ટાગ્રામે વોટ્સએપનાં સ્ટેટસને પ્રાઇવેસી ફીચરને પોતનાં યૂઝર્સ માટે રજૂ કરેલ છે. ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ પણ એ નક્કી કરી શકશે કે તેઓની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને કોણ જોશે અને કોણ નહીં. આ પ્રાઇવેસીનો ફાયદો એ થશે કે માત્ર તે લોકો જ આપની સ્ટોરીને જોઇ શકશે કે જેને આપ દેખાડવા ઇચ્છો છો.
જો આપ પણ એક ઇનસ્ટાગ્રામ યૂઝર છો અને આ ફીચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો સૌથી પહેલા આપની ઇન્સ્ટાગ્રામ એપને આપ અપડેટ કરો. ત્યાર બાદ એપને આપ ઓપન કરો અને બાદમાં પોતાની પ્રોફાઇલમાં જઇને "Close Friends"નાં વિકલ્પ પર ક્લિક કરો. અહીંયાથી આપ આ સેટિંગ કરી શકો છો કે આપની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કોણ-કોણ જોશે?
એક વાર સેટિંગ્સમાં ગયા બાદ આપની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને આપનાં નજીકનાં મિત્રો જોઇ શકશે. આ સાથે જ આપ એ પણ જાણી શકશો કે કયાં-કયાં લોકોએ આપની સ્ટોરીને જોઇ લીધી છે. આની જાણકારી આપને બ્લૂ ટિકને આધારે મળી જશે.
ઇન્સ્ટાગ્રામનું આ નવું ફીચર એન્ડ્રોઇડ અને આઇઓએસ એમ બંને યૂઝર્સને માટે શુક્રવારનાં રોજ રજૂ કરી દેવામાં આવેલ છે. એવામાં આપ પોતાની એપને અપડેટ કરીને આ ફીચરનો આપ આનંદ ઉઠાવી શકો છો.