બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:50 PM, 15 June 2024
ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને ફેમસ થયેલા લોકો હવે પબ્લિક પ્લેસ પર પર વીડિયો બનાવતા અચકાતા નથી. જેમાં કોઈ ફેમસ સ્થળ હોય કે મેટ્રો કે પછી એરપોર્ટ, આ બધી જગ્યાએ ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવવી કોમન થઈ ગઈ છે. આ અંગે કેટલીક ઓથોરિટી દ્વારા ચેતવણી પણ બહાર પાડવામાં આવી છે પરંતુ છતાં આવી જગ્યાએથી ડાન્સનો વીડિયો વાઇરલ થઇ જ જતો હોય છે.
ADVERTISEMENT
એક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે કોલકાતા એરપોર્ટના વેઇટિંગ એરિયામાં બોલીવુડ સોંગ "મે લવલી હો ગઈ યાર" પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેને આ વીડિયો તેની ID @sahelirudra પર પોસ્ટ કર્યો છે. જ્યારે તે મહિલા ડાન્સ કરી રહી હોય છે ત્યારે પાછળ બેસેલા લોકો તેને હેરાનીથી જોઈ રહ્યા હોય છે.
ADVERTISEMENT
મહિલાએ ખુદ વીડિયો શેર કરી કેપ્શન લખ્યુ કે, "પડતા પડતા બચી ગઈ". આ વીડિયો પર અનેક પ્રતિક્રિયા આવી રહી છે. જેમાં કેટલાય લોકોએ આ મહિલા વિરૂદ્ધ પગલાં ભરવાની માંગ કરી હતી. એક યુઝરે લખ્યું કે "કંગનાને ખોટો લાફો પડ્યો, આને પડવો જોઈતો હતો", અન્ય એક યુઝરે લખ્યું કે," હવે છપરી લોકો હવે મેટ્રોથી એરપોર્ટ સુધી આવી ગયા", બીજા યુઝરે લખ્યું કે "તને એરપોર્ટમાં કોને ઘૂસવા દીધી?"
આ વીડિયોને લોકો ન્યૂસેન્સ ગણાવી રહ્યા છે. આ વાઇરલ વીડિયોમાં મોટા ભાગની કૉમેન્ટ નેગેટિવ જ આવી છે. જેને પબ્લિક હરેસમેન્ટ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે "CISF ક્યા છે આ કચરાને બહાર ફેંકો", અન્ય એક યુઝરે લખ્યું કે "આવા લોકોને એરપોર્ટ પર આવવા કોણ દે છે" બીજા યુઝરે લખ્યું કે "આનો સ્ક્રુ ઢીલો થઇ ગયો છે".
વાંચવા જેવું: ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીને લઈ મહત્વનો નિર્ણય, 15 દિવસમાં લેવાશે ફરી પરીક્ષા
ઇન્સ્ટાગ્રામ પરના આ વીડિયોને અત્યાર સુધી 5600થી વધુ લોકો શેર કરી ચૂક્યા છે. જેમાં 1300થી વધુ કૉમેન્ટ પણ આવી ચૂકી છે. જેને 640K લોકો જોઈ ચૂક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.