સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ગુરુવાર રાતે થોડા સમય માટે ઠપ થઇ ગયેલા જોવા મળ્યાં. લોકોને લોગ ઇન કરવામાં મુશ્કેલી પડી. યૂઝર્સને ફોટો વીડિયો અને સમાચાર ફીડ લોડ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
જ્યારે ભારત સહિત દુનિયાભરના યૂઝર્સને એન્ડ્રોઇડ અને આઇઓએસ પર ઇંસ્ટાગ્રમ અને ફેસબુક બંનેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી થઇ. તેઓ આ પ્લેટફોર્મ પર રિફ્રેશ કરી શકતા નહોતા. આ સાથે જ ન તો મેસેજ મોકલી શકતા અને ન ફોટો પણ શેર કરી શકતા હતા.
ડાઉનડેક્ટર અનુસાર, આ ટેકનીકલ ગડબડ અંદાજે રાત્રે 11 વાગે થઇ. આ એક સાઇટ છે જે તમામ આટઉટેજ ને ટ્રેક કરે છે. કેટલાંક યૂઝર્સે ટ્વિટર પર સોશિયલ સાઇટમાં આવી રહેલી મુશ્કેલી માટે લખ્યું, સાથે જ હેશટેગ #instagramdown અને #facebookdwon નો ઉપયોગ કરવાની સાથે ફેસબુક અને ઇંસ્ટાગ્રામનું ઠપ થઇ જવાને લઇને પોતાની સમસ્યા અંગે લખ્યું.
જ્યારે ટ્વિટર પર કેટલાંક યૂઝર્સે પોતાની મુસીબિત દર્શાવી રહ્યાં હતા. એક યૂઝર્સે લખ્યું કે તેને ફેસબુકમાં ફોટો અપલોડ કરવામાં મોડુ થઇ રહ્યું છે અને ફેસબુક લાઇવમાં પણ એરર (problem) આવી રહ્યો છે. કેટલાંક ઇન્સ્ટાગ્રામના યૂઝર્સે લખ્યું કે ન્યૂઝ ફીડને રીફ્રેશ કરવામાં ઘણા સમય સુધી કાંઇ આવી રહ્યું નથી.