બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:46 PM, 22 March 2025
Fitness Tips : સોશિયલ મીડિયાની દુનિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થયા હોય છે. આ દરમિયાન હાલ એક વૃદ્ધ મહિલાનો વીડિયો સામે આવ્યો છે. વાસ્તવમાં આપણા દેશમાં મોટાભાગના લોકો એવું વિચારે છે કે સાઠ-સિત્તેર વર્ષની ઉંમર પછી લોકોએ ઘરે જ રહેવું જોઈએ. ફિટનેસ પર કોઈ ધ્યાન આપતું નથી. પણ આવા લોકોએ તેને મળવું જોઈએ.
ADVERTISEMENT
નામ મેરિલીન ફ્લાવર્સ છે, ઉંમર 68 વર્ષ. સોશિયલ મીડિયા પર ઘણા લોકો તેમને ફોલો કરે છે અને તેમની પ્રશંસા કરે છે. મેરિલીન એવું જીવન જીવે છે જે ફિટનેસ, બોડીબિલ્ડિંગ અને વૃદ્ધાવસ્થા વિશેના આપણા બધા વિચારોને તોડી શકે છે. તેના ઘણા વીડિયો વાયરલ થયા છે.
ADVERTISEMENT
મેરિલીનને ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'ગ્રેની ગન્સ' તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ તેણીને એક સામાન્ય દાદી તરીકે જોઈ શકાય નહીં. તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જેમાં સંધિવા, હાથ, પગ અને ખભામાં ઇજાઓ અને ડાબા પગના હાડકામાં ફ્રેક્ચરનો સમાવેશ થાય છે. છતાં, તે ક્યારેય જીમ જવાનું ચૂકતી નથી. એટલું જ નહીં તેણે પોતાના ટ્રાઇસેપ્સ અને બાયસેપ્સ માટે એક સંપૂર્ણ સત્ર રાખ્યું છે. તે મજબૂત બનાવવા માટે ખાસ દિવસો પણ રાખે છે.
વધુ વાંચો : Video: આને કહેવાય અસલી ડ્રાઇવર, યુઝર્સે કહ્યું 'ભાઇ, હું તો ડરી ગયો', જુઓ દિલધડક સ્ટંટ
58 વર્ષની ઉંમરે મેરિલીનને ખ્યાલ આવ્યો કે તેની તબિયત લથડી રહી છે. ઘૂંટણમાં પણ દુખાવો થતો હતો. ત્યારે જ તેણે કસરત કરવાનું નક્કી કર્યું. તેની શરૂઆત સ્ટ્રેન્થ ટ્રેનિંગથી થઈ. તેમનો દીકરો તેમનો જીમ ટ્રેનર હતો. આજે મેરિલીનના ઘણા ચાહકો છે. એક સમયે તેને ઘરની બહાર નીકળવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી. હવે તેને જીમમાંથી બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.