બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / અનિદ્રાથી લીવરને થઈ શકે નુકસાન, શરૂઆતના લક્ષણો જાણી કરાવો યોગ્ય સારવાર
Last Updated: 03:00 PM, 20 September 2024
સ્વસ્થ્ય જીવન માટે ઊંઘ ખૂબ મહત્વની છે. જો તમને રાત્રી દરમિયાન બરાબર ઊંઘ નથી આવતી, રાત્રે તમારી ઊંઘમાં ખલેલ પડે છે. તો આ લિવર સંબંધિત ગંભીર બીમારી હોઇ શકે છે. ઊંઘમાં સતત ખલેલ પડવાના કારણે લિવર સિરોસિસ નામની બીમારીનો ખતરો વધી જાય છે. એક રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે કે, નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસિસ અને ઊંઘ વચ્ચે સંબંધ છે.
ADVERTISEMENT
ચીનની હુઆજોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીની રિસર્ચ મુજબ લગભગ 112196 ગૈર આલ્કોહોલિક ફેટી લિવર ડિસિસના દર્દીઓમાં ખરાબ ઊંઘની પેટર્ન જોવા મળી છે. તેના કારણે સિરોસિસનું જોખમ વધે છે. સારી ઊંઘના કારણે સિરોસિસ ખતરો ઘટે છે.
ADVERTISEMENT
ઊંઘમાં સતત ખલેલ પાડવાના કારણે સિરોસિસનો ખતરો વધી જાય છે. લિવર લાંબા સમય સુધી બીમાર રહે ત્યારે આ સમસ્યા વધુ જોવા મળે છે. જેમાં ધીરે ધીરે લિવર પર નિશાન ટીસ્યુ બનવા લાગે છે. તેનાથી લિવર ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જો આવી સ્થિતિ લાંબા સમય સુધી રહે તો લિવર ફેઇલ થવાનો ખતરો પણ રહે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.