બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Inside Politics of Saurashtra University

VTV સ્પેશિયલ / સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઇનસાઇડ રાજકારણ: બે મોટા માથાનો ગજગ્રાહ અટકતો જ નથી, વાર પર પલટવારનો સિલસિલો યથાવત

Dinesh

Last Updated: 04:42 PM, 8 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિવર્સિટીની એક ચર્ચા મુજબ વિજય રુપાણી સીએમ હતા એ સમયે વર્તમાન ઇન્ચાર્જ વીસી ગિરીશ ભીમાણીને એક પણ સારી જગ્યાએ પદ આપવામા આવ્યું નહી, અને સારા પદ આપવા સમયે નેહલ શુકલ સહિતના સેનેટ મેમ્બરો અંદરખાને ભારે વિરોધ નોધાવ્યો હતો

  • મોટામાથાની લડાઇ હવે સૌરાષ્ટ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં
  • રુપાણી સીએમ પદેથી ઉતરી જતા નવી સરકારે ભીમાણીને ઇન્ચાર્જ વીસી બનાવ્યા
  • મેમ્મબરોને હાંકી કાઢવા રાજ્યસરકારની ખાસ પરવાનગી લઇ સેનેટની ચૂંટણી યોજી નહીં

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષોથી પેધી ગયેલા સિન્ડીકેટ સેનેટ સભ્યોના નિર્ણયો અનેક વખત વાદ વિવાદ ચગાવી ગયા છે. વિજય રુપાણી સીએમ હતા એ સમયથી તેમના નજીકના ગણાતા મેહુલ રુપાણી અને નેહલ શુકલના પડ્યા બોલ ઝીલાતા હતા અને એક ચક્રીય શાસન જેવુ થઇ ગયું હતુ એ સમયે જ કરાર આઘારિત ભરતી કૌભાંડ સામે આવ્યું અને કોને લેવા કોને ન લેવા તેના વોટ્સઅપ સક્રીનશૉટ ફરતા થયા હતા જે ગ્રુપમા નેહલ શુકલ અને ગિરીશ ભીમાણી પણ હતા, યુનિવર્સિટીની એક ચર્ચા મુજબ વિજય રુપાણી સીએમ હતા એ સમયે વર્તમાન ઇન્ચાર્જ વીસી ગિરીશ ભીમાણીને એક પણ સારી જગ્યાએ પદ આપવામા આવ્યું નહી. અને સારા પદ આપવા સમયે નેહલ શુકલ સહિતના સેનેટ મેમ્બરો અંદરખાને ભારે વિરોધ નોધાવ્યો હતો જે વાત ભીમાણી ભુલ્યા ન હતા સમય જતા વિજય રુપાણી સીએમ પદેથી ઉતરી જતા નવી સરકારે ભીમાણીને જ ઇન્ચાર્જ વીસી બનાવ્યા અને ભીમાણીએ આંતરિક લડાઇ ને વેગ આપ્યો અને સેનેટની ચૂંટણી યોજવાનો વારો આપ્યો પંરતુ વર્ષોથી પેધી ગયેલા મેમ્મબરોને હાંકી કાઢવા રાજ્યસરકારની ખાસ પરવાનગી લઇ સેનેટની ચૂંટણી યોજી નહી આ ચૂંટણી ન યોજાતા ભાવિન કોઠારી અને નેહલ શુકલ જેવા મેમ્બરો કોર્ટમા ગયા જે કેસ હાલ પણ ચાલી રહ્યો છે.

ગિરીશ ભીમાણી

સૌરાષ્ટ્ર ગુજરાતના શિક્ષણ જગતમા ટોફ ઓધ ધ ટાઉન
ટૂંકમા નવી સરકારે એક ચક્રીય શાસનનો અંત લાવવા બરોબરનો ગાળિયો કસી દીધો ત્યાર બાદ તો ભીમાણી જુથ અને શુકલ,રુપાણી જૂથ સામ સામે આવી ગયા આતરિક લડાઇ સપાટી પર આવી ગઈ અને મીડિયા સામે આવી વાદ વિવાદો અને આક્ષેપો કરતા ગયા તાજેતરમા જ પેપર ફૂટ્યાના આક્ષેપો થયા છે જેમા તપાસ કરતા આ પેપરનો છેડો એન એન શુકલાની કોલેજમાં નિકળ્યો અને જેમા એફએસલનો રિપોર્ટ આવ્યો કે પેપર જે કવરમા આવ્યું હતુ તે કવરમા છેડછાડ થઇ છે. જેના આધારે ગિરીશ ભીમાણી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે પોલીસ ફરિયાદ કરી અને શુકલા કોલેજના રિસીવર જીગરનું નામ સામે આવ્યું અને વાત આટલેથી પણ અટકી નહી આ મુદે નેહલ શુકલે પણ તેનો પક્ષ રાખી કહ્યુ કે, બધુ બદનામ કરવાની વાત છે અને આજે જ યુનિ.વિરોધ 11 કરોડની બદનક્ષી કરતી નોટિસ ફટકારી દીધી છે. બન્ને મોટામાથાની લડાઇ હવે સૌરાષ્ટ્ર ગુજરાતના શિક્ષણ જગતમા ટોફ ઓધ ધ ટાઉન બની ગયા છે.

નેહલ શુકલ

 કર્મચારી જીગ૨ ભટ્ટ સામે પોલીસ ફરિયાદ 
નેહલ શુકલએ જણાવ્યું હતું કે, ગત તા.13 ઓકટોબ૨ના બીબીએ સેમ઼ 5નું ડાયરેકટ એક્સીસ અને બીકોમ સેમ 5નું ઓડીટીંગ એન્ડ કોર્પોરેટર ગવર્નસનું પેપ૨ ફુટ્યુ હતું. જે બંને પેપ૨ લેવા માટે ગત તા.12 ઓકટોબ૨ના કોલેજના કર્મચારી  જીગ૨ ભટ્ટ યુનિ.ના રીસિવીંગ સેન્ટ૨ આકડાશાસ્ત્ર ભવન પર ગયા હતા જે બાદ યુનિ. માંથી તેઓ પ૨ ફોન આવ્યો હતો કે આ બંને પેપ૨ ફુટી ગયા હોય પ્રશ્નપત્રના કવર પ૨ત આપી જવા જણાવાયું હતું જેથી તેઓ ગત 13 ઓકટોબ૨ના સવારના આ પેપ૨ બંધ કવરમાં આંકડાશાસ્ત્ર ભવનમાં પહોંચાડવામાં આવ્યુ હતું. જે દરમ્યાન કોઈ છેડછાડ ક૨વામાં આવી નથી. તેમ છતાં યુનિ.ના કાર્યકારી કુલપતિ અને ૨જીસ્ટ્રા૨ દ્વારા તેઓની કોલેજને બદનામ ક૨વા માટે તેઓની કોલેજના કર્મચારી જીગ૨ ભટ્ટ સામે પોલીસ ફરિયાદ ક૨વામાં આવી છે. 
તેઓએ વઘુમાં જણાવ્યું હતું કે, આ ઘટના બાદ કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણીએ પરીક્ષા સેન્ટરો પરથી પ૨ત મંગાવેલ પેપરો લોક એન્ડ કી માં રાખવાના બદલે કુલપતિએ પોતાની ચેમ્બ૨માં રાખેલા હતા. આ સમયે પરીક્ષા નિયામક સોની પણ તેઓની સાથે ઉપસ્થિત ૨હ્યાં હતા. જે કામગીરી પરીક્ષા વિભાગે કરવાની હોય તે યુનિ.ના કાર્યકારી કુલપતિએ યુનિ.ના જ આંકડાશાસ્ત્ર ભવનને રીસીવીંગ સેન્ટ૨ બનાવી તેઓની નિગરાની હેઠળ કરી છે. નેહલ શુકલાએ જણાવ્યું હતું કે, તેઓની કોલેજના બદનામ કરવાના કુલપતિએ જે પ્રયાસો ર્ક્યા છે આ મામલે ઉચ્ચકક્ષાએ ભાજપના મૌવડીઓને ૨જુઆત કરાશે.

કુલપતિએ શું કહ્યું હતું?
જો કે, સામે કાર્યકારી કુલપતિએ પણ વાત કરતા કહ્યું હતું કે ટૂંક સમયમાં સિન્ડીકેટની બેઠક બોલાવાશે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા બીબીએ-બીકોમ સેમ-5ના પેપર લીકકાંડમાં શુકલા કોલેજમાં જોડાણ અને પરીક્ષા કેન્દ્ર રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે.

આ મુદ્દે આગામી ટુંક્સમયમાં જ યુનિ.ની સિન્ડીકેટની બેઠક આયોજીત કરવામાં આવનાર છે.અગાઉ પેપર ફુટવાની ઘટના ઘટે ત્યારે ગ્લોરીયસ કોલેજનું પરીક્ષા     કેન્દ્ર રદ કરવામાં આવેલ હતું. હવે શુકલા કોલેજના મામલે આગામી ટુંક સમયમાં જ સિન્ડીકેટની બેઠક બોલાવવામાં આવશે અને તેમાં આ મુદો મુક્વામાં આવશે. આ મામલે સિન્ડીકેટ નિર્ણય લેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Saurashtra University News Saurashtra University Politics VTV વિશેષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસ Saurashtra University Politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ