બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Video: ભારત-સાઉથ આફ્રિકાની મેચમાં જીવાતોએ એવો આતંક મચાવેલો, કે ખેલાડીઓ મેદાન છોડવા મજબૂર બનેલા

ક્રિકેટ / Video: ભારત-સાઉથ આફ્રિકાની મેચમાં જીવાતોએ એવો આતંક મચાવેલો, કે ખેલાડીઓ મેદાન છોડવા મજબૂર બનેલા

Last Updated: 11:36 AM, 14 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Insects In Stadium : વાસ્તવમાં ક્રિકેટ મેચોમાં વરસાદને કારણે વિક્ષેપ પડવો સામાન્ય વાત છે પરંતુ જીવાતોને કારણે આ મેચ રોકવી પડી તેવી ઘટના ભારત-સાઉથ આફ્રિકાની મેચ સામે આવી, જુઓ વાયરલ વિડીયો

Insects In Stadium : ભારત-સાઉથ આફ્રિકાની મેચમાં જીવાતોના આતંકને લઈ મેચ રોકવી પડી હતી. વાસ્તવમાં સેન્ચુરિયનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20I મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને તિલક વર્માની શાનદાર સદીની મદદથી 6 વિકેટ ગુમાવીને 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતરી ત્યારે લાઈવ મેચમાં એક અનોખી ઘટના જોવા મળી.

વાસ્તવમાં ક્રિકેટ મેચોમાં વરસાદને કારણે વિક્ષેપ પડવો સામાન્ય વાત છે પરંતુ જીવાતોને કારણે આ મેચ રોકવી પડી હતી. આ વિચિત્ર ઘટના ત્યારે બની જ્યારે દક્ષિણ આફ્રિકાની ઓપનિંગ જોડી 1 ઓવર રમ્યા બાદ 7 રન બનાવીને ક્રિઝ પર હતી. ત્યારે અચાનક જ ફ્લડ લાઇટના કારણે મેદાનમાં જીવાતોનો હુમલો થયો હતો.

થોડી જ વારમાં આખું મેદાન જીવાતોથી ભરાઈ ગયું હતું જેના કારણે ખેલાડીઓએ મેદાન છોડવું પડ્યું હતુંજીવાતોઓને કારણે લગભગ 20 મિનિટ સુધી મેચ રોકવી પડી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સેન્ચુરિયનમાં મેચ ભારતીય સમય અનુસાર સવારે 8.30 વાગ્યે શરૂ થઈ હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમને પહેલી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. સંજુ સેમસન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. તે સતત બીજી મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી, તિલક વર્માએ અભિષેક શર્મા સાથે મળીને ઇનિંગ્સની કમાન સંભાળી અને તોફાની બેટિંગ કરી અને 19મી ઓવરમાં તેની T20I કારકિર્દીની પ્રથમ સદી ફટકારી.

વધુ વાંચો : SA vs IND: તિલક વર્માથી લઇને યાનસનના તોફાન સુધી, T20માં સર્જાયા આ 5 મહારેકોર્ડ

આ રીતે ભારતીય ટીમ 20 ઓવરમાં 219/6 રન બનાવી શકી હતી. આ પછી દક્ષિણ આફ્રિકાની ટીમ ટાર્ગેટનો પીછો કરવા મેદાનમાં આવી જ હતી જ્યારે ફ્લડ લાઇટની આસપાસ ફરતા જીવાતો મેદાન તરફ આવવા લાગ્યા અને થોડી જ વારમાં તેણે પીચ અને ફિલ્ડને બાનમાં લઈ લીધું હતું. આ પછી ખેલાડીઓ મેદાનની બહાર નીકળી ગયા અને મેચ ફરી શરૂ થાય તેની રાહ જોવા લાગ્યા. જોકે 20 મિનિટના વિલંબ બાદ રમત ફરી શરૂ થઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SA vs IND rain of insects insects on the pitch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ