ગાંધીનગર / વિધાનસભાની કેન્ટીનમાં પણ પોલંપોલ, કેન્ટીનના ભોજનમાંથી નિકળ્યું જીવડું

ગુજરાતમાં એક તરફ સરકાર ખાદ્ય સુરક્ષાની ગુલબાંગો ફેકતા મીઠાઈ વેચતા વેપારીઓ પર ગાળિયો કસવાની તૈયારી કરી રહી છે ત્યારે વિધાનસભાની કેન્ટીનમાંથી જ જીવડું નીકળતા રાજ્યમાં ખાદ્ય સુરક્ષાના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. વિધાનસભાની કેન્ટીનમાં બપોરેના સમયે ભોજન પીરસાઈ રહ્યું હતું ત્યારે કેન્ટીનના ભોજનમાંથી દાળ નીકળતા ખળભળાટ મચી ગયો હતો.આ કેન્ટીમાં મોટા પાયે સરકારી કર્મચારીઓ તેમજ નેતાઓ ભોજન લેવા આવતા હોય છે. કેન્ટીનની દાળમાંથી જીવડું નીકળ્યાનો સ્વીકાર મેનેજરે પણ કર્યો હતો. આ ઘટનાના કારણે પાટનગરમાં હાહાકાર મચી ગયો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ