હે રામ ! / ‘પપ્પા ઉઠો ને’ : નિર્દયી પોલીસના મારથી અધમૂઆ થઈ ગયેલા ખેડૂતના બાળકોના આ શબ્દો હૃદય ચીરી નાંખશે

insane farmer after beating in guna 7 children kept saying papa wake up

ભોપાલની નજીક આવેલા ગુના જિલ્લામાં બનેલી ઘટના હચમચાવી દેનારી છે. અહીં એક કોલેજને ફાળવવામાં આવેલી જમીન પર એક ખેડૂત દંપતી તેના 7 સંતાનો સાથે વસવાટ કરી રહ્યું હતુ. એટલું જ નહીં આ પરિવારે અહીં પાકની વાવણી પણ કરી હતી. પોલીસના કહેવા પ્રમાણે તે આ જમીન પરનું ગેર કાયદે દબાણ હટાવવા આવી હતી જ્યારે ખેડૂતના કહેવા પ્રમાણે આ જમીન તેણે 2 લાખ ઉછીના લઈને ભાગીદારીમાં વાવવા લીધી હતી. પોલીસને ખેડૂત દંપતી વિનંતી કરતું રહ્યું કે તેણે અહીં ખેતી કરી છે પાક કાપીને જમીન ખાલી કરી દઈશું. પરંતુ જમીન ખાલી કરાવવા પહોંચેલી પોલીસ તેમને સાંભળવા તૈયાર નહોતી. પોલીસે તેમને માર મારી અધમુવા કરી નાંખ્યાં હતા. એ બાદ જે દ્રશ્યો સર્જાયા તે હચમચાવી દેનારા હતા.

બ્રેકિંગ ન્યૂઝ