INS Viraat to come in gujarat alang bhavnagar for to be dismantled
નૌસેના /
ચાલતું ફરતું શહેર દુનિયાનું સૌથી જૂનું આ યુદ્ધ જહાજ આવશે ગુજરાત, હકીકત જાણી કરશો સલામ
Team VTV07:49 PM, 25 Aug 20
| Updated: 07:57 PM, 25 Aug 20
દુનિયાનાં સૌથી જૂના વિમાનવાહક યુદ્ધ જહાજ INS વિરાટને તોડવાનું કામ ચાલુ કરવામાં આવશે અને તેના માટે આ યુદ્ધ જહાજ ગુજરાતમાં અલંગમાં આવી રહ્યું છે. INS વિરાટને આવતા મહીને મુંબઈથી ગુજરાતના અલંગમાં લાવવામાં આવશે.
30 વર્ષની સેવા આપીને બે વર્ષ પહેલા નિવૃત્ત થયું છે આ યુદ્ધ જહાજ
ઈતિહાસમાં આટલા વર્ષ સુધી સેવા આપનાર એકમાત્ર યુદ્ધજહાજ
'ગ્રેટ ઓલ્ડ લેડી' નામે પણ પ્રસિદ્ધ જહાજનું નામ ગિનીઝ બુકમાં પણ નોંધાયું
30 વર્ષની સેવા બાદ નિવૃત્ત થયું હતું જહાજ
INS વિરાટને વર્ષ 2017માં 30 વર્ષની સેવા બાદ નિવૃત્ત કરવામાં આવ્યું હતું અને હવે તેને તોડી નાખવામાં આવશે. ગયા વર્ષે જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે સંસદમાં કહ્યું હતું કે આ યુદ્ધ જહાજના ભંગાણનો નિર્ણય ભારતીય નૌસેના દ્વારા ઉચિત પરામર્શમાં લેવામાં આવ્યો છે.
INS Viraat begins her farewell journey on the east coast, calls on Paradip Port in Odisha: Indian Navy pic.twitter.com/ltNhb4SW94
ભારતની નૌસેનામાં આ યુદ્ધ જહાજે સૌથી લાંબા સમય સુધી સેવા આપી અને ગયા મહીને જ શ્રી રામ ગ્રુપ દ્વારા એક હરાજીમાં 38.54 કરોડ રૂપિયા ખરીદવામાં આવ્યો. કંપનીના અધ્યક્ષ મુકેશ પટેલે કહ્યું કે સંભવતઃ મુંબઈના ડોકયાર્ડથી આવતા મહીને જ અલંગ બ્રેકિંગ યાર્ડ માટે રવાના કરી દેવામાં આવશે.
બ્રિટન નેવી આપી હતી સેવા
'સમુદ્રના સિકંદર' નામથી પ્રસિદ્ધ આ યુદ્ધજહાજ ભારતનો બીજો વિમાન વાહક જહાજ છે અને આ જાહાજે 30 વર્ષ સુધી ભારત નૌસેનામાં સેવા આપી. આ પહેલા તેણે બ્રિટનના રોયલ નેવીમાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. આ જહાજનું ધ્યેય વાક્ય 'जलमेव यस्य, बलमेव तस्य' છે જેનો અર્થ થયા છે 'જેનો દરિયા પર કબજો છે તે જ સૌથી વધુ બળવાન છે'
હરતું-ફરતું શહેર જ સમજી લો...
નોંધનીય છે કે આ યુદ્ધ જહાજ એક પ્રકારથી હરતું-ફરતું શહેર જ હતું. તેમાં લાયબ્રેરી, જીમ, એટીએમ, ટીવી-વીડિયો સ્ટુડીઓ, હોસ્પિટલ, મીઠા પાણીના પ્લાન્ટ જેવી સુવિધાઓ હતી.
વિવિધ ઓપરેશનમાં સામેલ થયું જહાજ
226 મીટર લાંબા અને 49 મીટર પહોળા INS વિરાટને ભારતીય નૌસેનામાં સામેલ કર્યા બાદ જુલાઈ 1989માં ઓપરેશન જુપિટરમાં પહેલીવાર શ્રીલંકામાં શાંતિ સ્થાપના માટે ઓપરેશનમાં મોકલવામાં આવ્યો હતો. 2001માં ભારતીય સંસદ પર આતંકવાદી હુમલા બાદના ઓપરેશન પરાક્રમમાં પણ આ યુદ્ધ જહાજની ખૂબ મોટી ભૂમિકા હતી. વિરાટ યુદ્ધ જહાજે છ વર્ષથી વધારે સમય સમુદ્રમાં વિતાવ્યો અને આ દરમિયાન વિશ્વના 27 વાર ચક્કર લગાવામાં 1,094,215 કિમીનું અંતર કાપ્યું.
ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ
INS વિરાટનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ છે અને આ દુનિયાનો એકમાત્ર એવું યુદ્ધ જહાજ છે જે આટલા વર્ષના ઉપયોગ બાદ પણ વપરાઈ રહ્યું છે અને સારી પરિસ્થિતિમાં છે. યુદ્ધ જહાજને 'ગ્રેટ ઓલ્ડ લેડી'ના નામથી પણ ઓળખવામાં આવે છે. પશ્ચિમી નૌસેના દ્વારા એકવાર કહેવામાં આવ્યું હતું કે ઈતિહાસમાં સૌથી વધારે સેવા આપનાર આ એકમાત્ર યુદ્ધજહાજ છે.