બ્રેકિંગ ન્યુઝ
VTV / inluenza virus h3n2 variant include these superfoods in your diet
Bijal Vyas
Last Updated: 12:11 PM, 20 March 2023
ADVERTISEMENT
કોરોના મહામારી બાદ હવે ભારતમાં ઇનફ્લૂએન્ઝા વાયરસ H3N2ને લોકોની ચિંતા વધી રહી છે. કોરોના બાદ ઇનફ્લૂએન્ઝા વાયરસ H3N2 દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેના લક્ષણ પણ કોરોનીની જેમ ખાંસી અને તાવ સહિત વાયરલ ફ્લૂ જેવા જ છે. સરકાર દ્વારા પણ બચાવ અને ઇન્ફેક્શન કંટ્રોલ કરવાનું એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર થયેલી એડવાઇઝરીમાં ખાસ કરીને બાળકો અને વડિલોને ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે, આ સાથે જ કોવિડના નિયમોનું પણ પાલન કરવાનું કહેવામાં આવ્યુ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઇનફ્લૂએન્ઝા વાયરસ નાક, આંખ અને મોંથી ફેલાય છે. તેના લક્ષણોમાં તાવ, શરદી, ખાંસી, ઉધરસ, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, ડાયેરિયા વગેરે સામેલ છે.
વાતાવરણમાં થતા સતત બદલાવને જોતા આ વાયરસના ફેલાવવાનો ખતરો વધી રહ્યો છે. આ વાયરસથી બચવા માટે ઇમ્યુનિટીનું સ્ટ્રોંગ થવુ ખૂબ જ જરુરી છે. એટલે કે શરીરને ફ્લૂથી બચાવી શકાય છે. આજે એવી વસ્તુ વિશે જાણીએ જે તમારી ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે અને આ રીતે વાયરસથી ખુદને બચાવી શકાય છે.
ADVERTISEMENT
તજઃ તજમાં ઘણા બધા ઔષધીય ગુણ રહેલા છે. આ ઇમ્યુન સિસ્ટને બૂસ્ટ કરવાનું કામ કરે છે. તે ઉપરાંત એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપુર હોય છે અને શરીરમાં ખતરનાક મોલિક્યૂલ્સ તથા ફ્રી રેડિકલ્સખી બચાવામાં ઘણી મદદ કરે છે. આ શરીરમાં કોઇ વાયરસના ગ્રોથને રોકવાનું પણ કામ કરે છે.
મેથી દાણાઃ અનેક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે, મેથીના બીજમાં સૈપોનિન, ફ્લેવોનોઇડ્સ અને અલ્કલોઇડ્સ જેવા યૌગિક હોય છે. જેનાથી ઇમ્યુનિટી વધારવાના ગુણ હોય છે. માનવામાં આવે છે કે, આ યૌગિક સફેદ લોહી કોશિકાઓનુ ઉત્પાદન વધારે છે. જે ઇન્ફેક્શન અને બીમારીઓથી લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવે છે. મેથીના બીજનો ઉપયોગ આયુર્વેદ અને અન્ય પારંપારિક ચિકિત્સા પ્રણાલીઓમાં ઇમ્યુનિટી વધારવા માટે કરવામાં આવે છે કારણ કે આ વિટામિન એ અને સી જેવા પોષક તત્વોથી ભરપુર હોય છે. તે સાથે તેમાં આયરન, જિંક અને સેલેનિયમ જેવા મિનરલ્સ પણ હોય છે.
આદુઃ આદુના સેવનથી ખાંસી અને ગળામાં ખરાશ થવા પર કરવામાં આવે છે. જો કે, તેમાં ઐષધીય ગુણ છે જે અનેક રીતે ઇન્ફેક્શનથી બચાવી શકાય છે. સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે, તે આદુ વ્હાઇટ રક્ત કોશિકાઓના ઉત્પાદનને વધારીને ઇમ્યુનિટી સિસ્ટમને વધારવામાં મદદ કરે છે. તેથી ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડી શકે. આદુમાં એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ પણ રહેલા છે અનેક વાયરસ અને બેક્ટેરિયાના વિકાસ તથા પ્રસારને રોકવામાં મદદ કરે છે.
હળદરઃ હળદરનો ઉપયોગ શરદીમાં દવા તરીકે કરવામાં આવે છે. તેમાં કરક્યૂમિન નામનું કંપાઉન્ડર રહેલુ છે, જેમાં એન્ટીઓક્સિડેન્ટ અને એન્ટી ઇંફ્લેમેટરી ગુણ હોય છે. આ ઇમ્યુનિટીને સુધારવાનું કામ કરે છે. અનેક સ્ટડીમાં આ વાત સામે આવી છે કે કરક્યુમિન સફેદ રક્ત કોશિકાઓના ઉત્પાદનમાં વધારીને ઇમ્યુનિટી સિસ્ટને વધારવામાં મદદ કરે છે. જેનાથી ઇન્ફેક્શન અને બીમારીઓ સામે લડવવામાં મદદ મળે છે. ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે જરુરી છે કે તમે હળદરને પોતાની ડાયેટમાં સામેલ કરો.
લવિંગઃ લવિંગમાં અનેક એવા કંપાઉન્ડ રહેલુ છે જે ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે. જેમાં એન્ટી ઇફ્લેમેટરી અને એન્ટીઓક્સિડેન્ટ ગુણ મળેલા છે. તેની સાથે તેમાં એન્ટીવાયરલ, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ મળી આવે છે. જેમાં આ બેક્ટેરિયા અથવા વાયરસને વધવાથી રોકાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.