સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ,'નેતાઓના કેસ મામલે કેટલી વિશેષ કોર્ટ બની..?'

By : kavan 10:40 PM, 21 August 2018 | Updated : 10:50 PM, 21 August 2018
દિલ્હી: દેશમાં રાજનેતાઓના નામે ચાલી રહેલા કેસ મામલે સુપ્રીમ કોર્ટે મોદી સરકારને સવાલ પૂછ્યો છે કે, વિશેષ અદાલતો અત્યાર સુધીમાં કેટલી બની છે..? ડિસેમ્બર 2017માં સુપ્રીમ કોર્ટે રાજનેતાઓના નામે ચાલી રહેલા કેસ મામલે 12 વિશેષ કોર્ટ બનાવવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત તમામ કોર્ટ 12 માર્ચ સુધીમાં તૈયાર કરવાનું સૂચન પણ કર્યું હતું. 

જસ્ટીસ રંજન ગોગોઈની બેંચે સરકાર સમક્ષ સવાલો ઊભા કર્યા હતા. તો દિલ્હી હાઈકોર્ટ તરફથી મળેલી જાણકારી અનુસાર એક સેસન્સ અને એક મેજીસ્ટ્રિયલ, તથા બે વિશેષ અદાલતોની રચના કરવામાં આવી છે. મહત્વનું છે કે વર્ષ 2014માં થયેલી લોકસભાની ચૂંટણીમાં કુલ 1581 નેતાઓ વિરૂદ્ધ જૂદા-જૂદા કેસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંકમાં ધારાસભ્ય અને સાંસદો પણ સામેલ છે. તેથી કોર્ટે સવાલોની વણઝાર ઉભી કરતા એ પણ પુછ્યું હતું કે, 2014થી 2017 વચ્ચે જો કોઈ નેતા વિરૂદ્ધ કેસ દાખલ થયો હોય તો તેની યાદી પણ આપવી જરૂરી રહેશે. જોકે હવે આ કેસ મામલે આગામી 28 ઓગસ્ટના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.Recent Story

Popular Story