બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હોટલમાં રુપનો અખતરો! બ્યૂટીફુલ યુવતી મફતનું ખાવા ફાઈવ સ્ટાર હોટલમાં ઘુસી, પછી બન્યું જોરદાર
Last Updated: 11:56 PM, 25 March 2025
દિલ્હીમાં 25 વર્ષની એક યુવતીએ રુપનો પ્રયોગ કરવાનું ભારે પડ્યું. આ યુવતીએ એક જાણીતી ફાઈવ સ્ટાર હોટલમાં ખાવા માટે ઘુસી ગઈ હતી અને તેણે જોરદાર નાટક કર્યું પરંતુ આખરે તે પકડાઈ ગઈ ત્યારે તેને એક મોટું બિલ ભરવાનો વારો આવ્યો હતો.
ADVERTISEMENT
નિશુ તિવારીએ ભરવા પડ્યાં 3600 રુપિયા
ADVERTISEMENT
કન્ટેન્ટ ક્રિએટરનું કામ કરતી ચાણક્યપુરીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં મફત ભોજન માણવાનો પ્રયાસ કર્યો હતો, તેણે અંતે ભોજન માટે 3,600 રૂપિયા ચૂકવ્યા. ઇન્સ્ટાગ્રામ પર, નિશુ તિવારીએ પોતાનો એક વીડિયો શેર કર્યો જેમાં તે પાયજામા પહેરેલી, હોટલના મહેમાન હોવાનો ડોળ કરતી જોવા મળે છે. તે હોટલ સ્ટાફને એક કાલ્પનિક રૂમ નંબર આપે છે, તેમને છેતરીને નાસ્તાના બુફે એરિયામાં લઈ જાય છે. પછી, તે અને તેની ટીમના સભ્ય એક ભવ્ય નાસ્તો કરે છે, પરંતુ પકડાઈ જાય છે અને ભોજન માટે 3,600 રૂપિયા ચૂકવે છે.
હોટલવાળાએ મફતડી યુવતીને કેવી રીતે પકડી?
વીડિયોમાં નિશુ અને તેમની ટીમના સભ્ય નાસ્તાના બુફે એરિયામાંથી બહાર નીકળવાના જ હતા, ત્યારે હોટલ સ્ટાફે તેમને રોકીને પૂછપરછ કરી. સ્ટાફે તેમણે આપેલા રૂમ નંબરની ક્રોસ-ચેકિંગ કરી અને ત્યારે હોટલ સ્ટાફને લાગ્યું કે આ રુમ તો બીજા કોઈને અપાયેલો છે ત્યારે તેમને શંકા પડી અને તેમને રોકી રાખીને પૂછપરછ કરાઈ ત્યારે તેમની પોલ પકડાઈ અને ભૂલ પકડતાં તેમણે લાફો મારીને ગાલ લાલ રાખવા જેવું કહેવું પડ્યું કે અમે તો ભૂલથી આવી ગયા હતા પરંતુ તેમનું કોણ સાંભળે અને તેમને 3600 રુપિયાનું બિલ પકડાઈ દેવામાં આવ્યું જે ભર્યા બાદ જ તેઓ હોટલમાંથી જઈ શક્યા હતા. આમ રુપનો ખતરો યુવતીને 3600 રુપિયામાં પડ્યો.
'મફતનું મોંઘું પડ્યું', યુવતીએ પોતે શેર કર્યો વીડિયો
યુવતીએ પોતે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે લખ્યું હતું કે મને મફતનું ખાવાનું મોંઘું પડી ગયું. વીડિયો વાયરલ થયાં બાદ લોકોએ તેની પર જોરદાર કોમેન્ટ કરી હતી. જોકે ઘણાને આ વીડિયો અટકચાળો લાગ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તારાજી / Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.