બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / '...તો દેશ છોડીને પાકિસ્તાન જતી રહે', કોલકાતા રેપ કાંડ પર ઈનફ્લુએન્સરની એક પોસ્ટથી સોશ્યલ મીડિયા પર બબાલ

વિવાદ / '...તો દેશ છોડીને પાકિસ્તાન જતી રહે', કોલકાતા રેપ કાંડ પર ઈનફ્લુએન્સરની એક પોસ્ટથી સોશ્યલ મીડિયા પર બબાલ

Last Updated: 12:24 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kolkata Violence Latest News : ભારતની પ્રખ્યાત ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર તાન્યા ખાનીજોના એક ટ્વીટને લઈને હોબાળો, તાન્યાની પોસ્ટ પર લોકો ગુસ્સે થઈ ગયા અને તેના પર દેશને બદનામ કરવાનો આરોપ લગાવવા લાગ્યા

Kolkata Violence : કોલકાતાની એક હોસ્પિટલમાં તાજેતરમાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની દર્દનાક ઘટનાએ ફરી એકવાર દેશને હચમચાવી દીધો છે. આ ઘટના બાદ દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે અને યુવતીઓની સુરક્ષા પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન હવે ભારતની પ્રખ્યાત ટ્રાવેલ ઇન્ફ્લુઅન્સર તાન્યા ખાનીજોના એક ટ્વીટને લઈને હોબાળો થયો છે. આ ઘટના સામે લખીને જાણે તેણે દુનિયાભરના લોકોને ભારત વિરૂદ્ધ એડવાઈઝરી આપી હોય તેવું લાગી રહ્યું હતું.

તાન્યાએ એવું તે શું લખ્યું કે થયો વિવાદ ?

તાન્યાએ પોતાના ટ્વિટમાં લખ્યું કે, ભારતમાં મહિલાઓની સુરક્ષાની હાલત ખરાબ છે. વિદેશમાં રહેતા મારા તમામ મહિલા મિત્રોને મારી ગંભીર વિનંતી છે, જ્યાં સુધી આપણા નેતાઓ મહિલાઓ માટે સલામત વાતાવરણ બનાવવાના મુદ્દાને ગંભીરતાથી લેતા નથી ત્યાં સુધી અહીં આવો નહીં. કોઈપણ ભોગે ભારત ન આવવું.

તાન્યાએ અન્ય ટ્વિટમાં લખ્યું- કારણ કે આ રીતે જ છે, જ્યાં સુધી આપણે ધ્યાન નહીં આપીએ, મને નથી લાગતું કે કંઈપણ બદલાશે. મેં પોતે પણ દેશના લગભગ દરેક ભાગમાં શોષણનો સામનો કર્યો છે મહિલાઓના મામલે આપણો સમાજ નિષ્ફળ ગયો છે. જ્યાં સુધી કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે સલામતી અનુભવીશું નહીં. તાન્યા તેની પોસ્ટથી ગુસ્સે થયેલા લોકોની કમેન્ટનો જવાબ આપતી રહી.

આ સાથે તાન્યાએ લખ્યું- આ માત્ર એક ઘટના નથી. કોઈપણ સ્ત્રી સાથે વાત કરો અને મને ખાતરી છે કે એવી કોઈ સ્ત્રી નહીં હોય જેણે આવો અનુભવ ન કર્યો હોય. હું પણ આમાં સામેલ છું. સલામતીના ધોરણો ખૂબ નબળા છે અને આ ભારતની સમસ્યા છે. તાન્યાનો આ વિરોધ લોકોને બિલકુલ પસંદ ન આવ્યો. ઘણા લોકોએ તાન્યાના સોશિયલ મીડિયા અને યુટ્યુબ ચેનલનો બહિષ્કાર કરવાની વાત પણ કરી હતી. જ્યારે કેટલાકે કહ્યું- જો આટલી પરેશાની છે તો દેશ છોડીને પાકિસ્તાન જાવ.

લોકોમાં ફાટી નીકળ્યો આક્રોશ

તાન્યાની પોસ્ટ પર લોકો ગુસ્સે થઈ ગયા અને તેના પર દેશને બદનામ કરવાનો આરોપ લગાવવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે તમે આ મુદ્દાને સામાન્ય બનાવી રહ્યા છો અને સમગ્ર દેશને બદનામ કરી રહ્યા છો.@shantiswarup4u આઈડી નામ ધરાવતા એક યુઝરે લખ્યું - તમને પોતાને ભારતીય કહેતા શરમ આવવી જોઈએ. આ ઘટના દેશના સૌથી શાંતિપૂર્ણ રાજ્યમાં બની છે જ્યાં મુખ્યમંત્રી પણ એક મહિલા છે. તમે મહિલાઓની સુરક્ષાને લઈને સમગ્ર દેશનો દુરુપયોગ કરી શકતા નથી. અન્ય એક યુઝર્સે લખ્યું કે,...તો દેશ છોડીને પાકિસ્તાન જતી રહે.

વધુ વાંચો : શું છે આ યુનિફોર્મ સિવિલ કોડ? જેનો PM મોદીએ લાલ કિલ્લા પરથી કર્યો સંબોધનમાં ઉલ્લેખ

નોંધનિય છે કે, તાજેતરમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં નાઈટ ડ્યુટી પર એક મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાએ તમામને ચોંકાવી દીધા છે. હાલ આ ઘટનાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. કોલકાતામાં બુધવારે રાત્રે એક ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં હિંસક રૂપ ધારણ કરવામાં આવ્યું હતું, જ્યારે અચાનક ભીડ આવી પહોંચી હતી. ટોળાએ પહેલા વાહનોમાં તોડફોડ કરી અને પછી પોલીસ પર પથ્થરમારો કર્યો. આ પછી ટોળું હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પણ ઘૂસી ગયું હતું અને અહીં પણ જાનમાલને નુકસાન પહોંચાડ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kolkata rape scandal Kolkata Violence Tanya Khanijow
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ