Inflate chest in inches and yards, Ahmedabad got a big title on the world stage
શાંઘાઈ નહિ,સોંઘાઈ /
શું અમદાવાદ ખરેખર સસ્તુ છે? વિશ્વના સૌથી સસ્તા શહેરોમાં 7મા ક્રમે મળ્યું સ્થાન
Team VTV04:26 PM, 03 Dec 21
| Updated: 06:41 PM, 03 Dec 21
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ વિશ્વના સાતમા ક્રમના સૌથી સોંઘા શહેર તરીકે નવાજાયું છે.ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે જાહેર કર્યો વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ-2021નો સર્વે.
આંગણિયે રૂડો અવસર;અમદાવાદ સૌથી સસ્તું
173 દેશોની યાદીમાં અમદાવાદનો થયો સમાવેશ
પાકિસ્તાનના કરાંચીને પાછળ છોડતું અમદાવાદ
ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના એક રિપોર્ટમાં ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદને વિશ્વના સસ્તા શહેર તરીકે મુલવાયુ છે. મતલબ કે,વિશ્વમાં સસ્તા શહેરોમાં અમદાવાદનો સમાવેશ કરાયો છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના રિપોર્ટમાં અમદાવાદને વિશ્વના સૌથી સસ્તા શહેરમાં સાતમા નંબરે મુકાયું છે.
સસ્તા-મોંઘાનો આધાર જીવનધોરણ
ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ વિશ્વના સાતમા ક્રમના સૌથી સોંઘા શહેર તરીકે નવાજાયું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે 2021 રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. રિપોર્ટમાં વિશ્વના 173 દેશોમાં જીવન-ધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરાયો છે.
યુવાનોને મોંધુ લાગે છે અમદાવાદ
દેશના પ્રથમ હેરિટેજ સીટી અમદાવાદને સૌથી સસ્તા શહેરમાં સાતમો ક્રમ મળતા યુવાનો પણ ખુશ છે. તેઓનો અભિપ્રાય છે કે,વિશ્વના ચલણ સામે દેશનું ચલણનું મૂલ્ય ઓછું ન કહી શકાય.આમ છતાં અમદાવાદમાં પણ મોંઘવારી દેશના અન્ય શહેર કરતા વધુ છે. આ વચ્ચે અમદાવાદ અને વૈશ્વિકસ્તરના જીવનધોરણમાં મોટો તફાવત છે.
સૌથી સસ્તું દમાસ્કસ,સૌથી મોંઘુ તેલ અવિવ
ઉલ્લેખનીય છે કે, આ સૂચિમાં અમદાવાદ સિવાય ભારતના એક પણ શહેરનો સમાવેશ થયો નથી. 173 દેશોની આ યાદીમાં અમદાવાદનો પહેલીવાર સમાવેશકરાયો છે WCOLઅનુક્રમણીકામાં અમદાવાદને 37 અને પાકિસ્તાનના કરાંચીને 36 પોઈંટ મળ્યા છે.આમ, પાકિસ્તાન બહુ જ સસ્તું હોવાનો આ રિપોર્ટમાં દાવો નીકળી ગયો અને અમદાવાદ,આ સ્થાને આવી ગયું છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે તેને 12 પોઇન્ટ, ઇઝરાયેલનું તેલ અવીવ 106 પોઇન્ટ સાથે સૌથી મોંઘું શહેર ઘોષિત થયું છે