જો તમે પણ લૉ બજેટમાં 4G સ્માર્ટફોન ખરીદવાની ઇચ્છા ધરાવો છો તો Infinixએ તમારા માટે Infinix Smart 2 સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. આ ફોનમાં ફૂલ વ્યૂ ડિસ્પ્લેની સાથે ડ્યૂઅલ 4G સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનની શરૂઆતી કિંમત 5999 રૂપિયા છે અને તેનું વેચાણ 10 ઓગ્સ્ટથી ફ્લિપકાર્ટ પર થશે. ફોનમાં 32GB વેરિયન્ટન કિંમત 6999 રૂપિયા છે Infinix Smart 2 ની ટક્કર Xiaomi Redmi 5A છે ફોન રેડ બ્લૂ બ્લેક અને ગોલ્ડ કલરમાં મળશે.
Infinix Smart 2ની સ્પેસિફિકેશન્સ:
ફોનના ફિચર્સની જો વાત કરવામાં આવે તો ડ્યુઅલ સિમ સપોર્ટ એન્ડ્રોઇડ એરિયો 8.0 5.45 ઇંચની HD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1280x720 પિક્સલ છે. આ સિવયા ફોનમાં મીડિયાટેક 1.5GHz વાળું MT6739 પ્રોસેસર છે અને 2/3GB RAMની સાથે 16/32GBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે આ સ્ટોરેજને મેમરી કાર્ડની મદદથી 128GB સુધી વધારી શકાશે.
ફોનના કેમેરાની જો વાત કરવામાં આવે તો 13 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. બંને કેમેરાની સાથે LED ફ્લેશ લાઇટ મળશે. ફ્રન્ટ કેમેરાની સાથે ફેસ અનલૉક ફિચર મળશે. કંપનીએ દાવો કર્યો છે કે ઓછી લાઇટમાં પણ શાનદાર સેલ્ફી ક્લિક કરી શકાશે અને બેકગ્રાઉન્ડને બ્લર કરી દેશે.
આ સિવાય ફોનમાં 3050mAHની બેટરી છે અને કનેક્ટિવિટી માટે ડ્યુઅલ 4G VoLET WIFI બ્લૂટૂથ માઇક્રો USB છે. ફોનની બોડી પ્લાસ્ટિકની છે અને જેણે 2 સિમ કાર્ડની સાથે એક મેમરી કાર્ડનો ઉપયોગ કરી શકાશે. ફોનની સાથે જિયોની તરફનું 2200 રૂપિયાનુ કેશબેક મળશે.