બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:39 PM, 13 January 2025
એલએન્ડટીના ચેરમેન સુબ્રમણ્યમને 90 કલાક કામ અને ઘેર બેસીને પત્નીઓ સામે ક્યાં સુધી તાકતા રહેશો એવું કહેવાનું ખૂબ ભારે પડ્યું છે. જ્યારથી તેમણે આવી સલાહ આપી છે કે ત્યારથી તેમની પર ચારે બાજુએથી પસ્તાળ પડી છે. બે જાણીતી હસ્તીઓએ પત્ની સામે તાકતી તસવીર શેર કરી છે.
ADVERTISEMENT
Sundays are for staring
— Ghazal Alagh (@GhazalAlagh) January 12, 2025
Post yours with #staringsundays pic.twitter.com/ck0T5e563t
રવિવાર એટલે પત્નીઓ સામે તાકવાનો દિવસ
ADVERTISEMENT
ઉદ્યોગ જગતની હસ્તીઓએ સુબ્રમણ્યમની મજાક ઉડાવી છે, તેમણે એક સૂરે કહ્યું કે રવિવાર એટલે પત્નીઓ સામે તાકવાનો દિવસ. સરવાળે સુબ્રમણ્યમની કોમેન્ટ કોઈને પણ પસંદ પડી નથી.
Staring at my wife on a Sunday morning after a good workout! What did you do on your Sunday? pic.twitter.com/4uwOoIxbfc
— Puneet Kumar (@puneetiitm) January 12, 2025
પુનીત કુમારે પત્ની સામેની તસવીર શેર કરી
આનંદ મહિન્દ્રા, અદાર પૂનાવાલા અને અનુપમ મિત્તલે પણ સુબ્રમણ્યમની મજાક ઉડાવી છે. 90 કલાક કામ કરવાની તેમની સલાહ કોઈને પણ ગળે ઉતરી નથી. સ્ટેડવ્યુ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર પુનીત કુમારે પણ પોતાની પત્ની તરફ જોતા એક રમૂજી ફોટો પોસ્ટ કર્યો, કેપ્શન આપ્યું: "રવિવારની સવારે સારી વર્કઆઉટ પછી મારી પત્ની તરફ જોવું! તમે તમારા રવિવારે શું કર્યું? બિગબાસ્કેટના સ્થાપક અને સીઈઓ હરિ મેનને એલએન્ડટીના ચેરમેન એસએન સુબ્રમણ્યનની ટિપ્પણીને રમૂજી હકારમાં રવિવારને "સ્ટાર-ડે" ગણાવ્યો હતો.
આનંદ મહિન્દ્રા શું બોલ્યાં
એસએન સુબ્રમણ્યમને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ આકરો જવાબ આપીને ચૂપ કરી દીધાં છે. દિલ્હીમા વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગને સંબોધિત કરતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે આ મુદ્દે ચર્ચા ખોટી છે, કારણ કે હું જથ્થાબંધ કામમાં નહીં પરંતુ કામની ગુણવત્તામાં માનું છું. મારો મુદ્દો એ છે કે આપણે કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કામના જથ્થા પર નહીં. તેથી તે લગભગ 48, 40 કલાકની વાત નથી, તે લગભગ 70 કલાકની નથી, તે 90 કલાકની પણ વાત નથી. પત્નીને ક્યાં સુધી ઘુર્યાં કરશો આ ટીપ્પણીનો જવાબ આપતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે હું સોશિયલ મીડિયા પર X પર છું એટલા માટે નહીં કે હું એકલો છું. મારી પત્ની અદ્ભુત છે, મને તેની તરફ જોવું ગમે છે. હું વધુ સમય પસાર કરું છું. તેથી હું અહીં મિત્રો બનાવવા માટે નથી. હું અહીં છું કારણ કે લોકો સમજી શકતા નથી કે તે એક અદ્ભુત વ્યવસાય સાધન છે. આનંદ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા માનતા હતા કે તેમની કંપનીમાં એવા નેતાઓ અને લોકો હોવા જોઈએ જે સમજદારીભર્યા નિર્ણયો અને પસંદગીઓ કરે.
But sir, if husband and wife don’t look at each other, how will we remain the most populous country in the world🤔
— Anupam Mittal (@AnupamMittal) January 11, 2025
શું બોલ્યાં હતા L&T ચેરમેન
L&T ચેરેમન એસએન સુબ્રમણ્યમે પણ આવું નિવેદન આપવા બદલ સોશિયલ મીડિયામાં નિશાન પર આવ્યાં છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્મચારીઓને સંબોધતા સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે મને ખેદ છે હું તમને રવિવારે કામ કરવા માટે સક્ષમ નથી. જો હું તમને રવિવારે પણ કામ પર લઈ જઈ શકું તો મને ખૂબ આનંદ થશે. કારણ કે હું રવિવારે પણ કામ કરું છું. તેમણે કામના કલાકો વધારવાની હિમાયત કરી હતી. એસએન સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ વીકએન્ડનો સમય ઘરે ન પસાર કરવો જોઈએ. તમે ઘરે બેસીને શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? તમારી પત્ની ક્યાં સુધી તમારી સામે જોઈ શકે છે? કર્મચારીઓએ રવિવારે પણ ઓફિસમાં આવીને કામ કરવું જોઈએ. આ ટીપ્પણી પર મોટો વિવાદ થયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચોકલેટ ડેનું નજરાણું / VIDEO: 'છોકરા સામે આવું કરો છો, શરમ નથી આવતી? કપલની કામલીલા જોઈને ભડક્યાં આંટી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.