બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અમદાવાદમાં નોંધાયું સૌથી વધુ 46.6 ડિગ્રી રેકોર્ડબ્રેક તાપમાન

logo

8થી 14 જૂન ગુજરાતમાં વરસાદની શક્યતા: અંબાલાલ પટેલ

logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Indus river flowing through Kutch years ago: What is the history of Banni area, Asia's largest grassland? Now a record is being made.

VTV સ્પેશ્યલ / વર્ષો પહેલા કચ્છમાંથી વહેતી સિંધુ નદી : એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્ની વિસ્તારનો શું છે ઈતિહાસ?, હવે બની રહ્યો છે રેકૉર્ડ

Vishal Khamar

Last Updated: 12:04 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયાનો સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન એટલે કચ્છના "બન્ની" વિસ્તારનો ઘાસિયા મેદાન છે.વિશ્વમાં બન્ની જેવો ઘાસિયા પ્રદેશ ક્યાંય નથી અહીં 56 પ્રકારના ઘાસોનુ ઉત્પાદન કરવામાં આવે છે ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા ઐતિહાસિક કહી શકાય એટલું 12 લાખ કિલોથી વધુ ઘાસનું ઉત્પાદન કરવામા આવ્યું છે.

  • એશિયાનો સર્વશ્રેષ્ઠ ઘાસિયા મેદાન એટલે કચ્છનાં "બન્ની"  વિસ્તાર
  • બન્ની વિસ્તારમાં 56 પ્રકારનાં ઘાસોનું ઉત્પાદન થાય છે
  • એશિયાના ઘાસિયા મેદાન બન્નીએ સમગ્ર વિશ્વભરનું ધ્યાન આકર્ષિત કર્યું

 કચ્છ જીલ્લોએ આબોહવા અને હવામાનની દૃષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે. એવા કચ્છ જીલ્લામાં એક સમયે બન્ની એશિયાના શ્રેષ્ઠ ઘાસના મેદાન તરીકે ઓળખાતું હતું. સમય જતાં પર્યાવરણીય ફેરફારોને કા૨ણે ખારાસમાં વધારો, ગાંડા બાવળ  અતિક્રમણ તેમજ ગેરકાયદેસર દબાણો થતાં ઘાસીયા મેદાનો, પશુપાલકો માટે સિમિત થતાં ગયા હતા. બન્નીમાં માલધારીઓનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોઈ, સમયાંતરે દુષ્કાળની સ્થિતિ ઉદભવતી જોવા મળી રહેતી હતી.

આ અંગેની  વિશેષ રજુઆતમાં સૌપ્રથમ સમજવાનું એ રહ્યું કે,બન્ની વિસ્તારનું નામ બન્ની કેવી રીતે પડ્યું તે બાબતે  જાણકારો મુજબ સદીઓ પૂર્વે સિંધુ નદીના વહેણ કચ્છના હાલના મોટારણ પ્રદેશમાંથી વહેતા સિંધુ અને અન્ય નદીઓ દ્વારા જમા થયેલા કાંપને લઇ આ પંથકની જમીન ભારે ફળદ્રુપ હતી એટલે જ આ વિસ્તાર અને નજીકના સિંધ પ્રદેશમાં લાલ ચોખા અને સિંધી ચોખાનો મબલક પાક થતો. જેની દુનિયાભરમાં ભારે માંગ હતી. વર્ષ 1819માં આવેલા ભારે ભૂકંપને લઇ એ વિસ્તારના ભૂભાગમાં થયેલા ફેરફારને લઇ સિંધુ નદી ગાયબ થઇ અને રણ પ્રદેશનું નિર્માણ થયું પાછળથી એ પ્રદેશ બન્ની તરીકે જાણીતો થયો. બન્ની શબ્દ  હિન્દી `બનાઇ' પરથી આવ્યો હોવાનું જાણવા મળેલું છે. જે પ્રદેશને નદીઓના કાંપે ફળદ્રુપ બનાવ્યો તે બન્ની. બન્ની પ્રદેશમાંથી સિંધુ અને અન્ય નદીઓ લુપ્ત બન્યા પછી લાલ અને સિંધી ચોખા જેવા પાક અસંભવ બન્યા છે. પરંતુ નદીઓએ પાથરેલ કાંપને લીધે વિશાળ કાંપાળ મેદાન ઘાસ માટે ભારે પ્રસિદ્ધ બન્યાં છે. એટલે સમગ્ર એશિયા ખંડમાં શ્રેષ્ઠ ઘાસિયા મેદાનો તરીકે વર્ષોથી જાણીતા થયા છે. બન્ની ગ્રાસલેન્ડ-વન વિભાગ  દ્વારા એક વિષેસ માસ્ટર પ્લાન તેમજ જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ નોંધાતા એશિયાના સુપ્રસિદ્ધ બન્નીના ઘાસીયા મેદાનમાં ઘાસ લહેરાઈ રહ્યું છે.

બન્નીનાં મેદાનો ગત ચોમાસામાં શ્રીકાર વરસાદને પગલે વર્ષો બાદ ભારે હર્યા-ભર્યા બન્યાં હતા

સમગ્ર એશિયા ખંડમાં પૌષ્ટિક ઘાસ માટે જાણીતા બન્નીના ઘાસિયા મેદાનો ગત ચોમાસામાં શ્રીકાર વરસાદને પગલે વર્ષો બાદ  ભારે હર્યા-ભર્યા બન્યાં છે. બન્ની ગ્રાસલેન્ડ વિભાગે પણ તકને ઝડપી ઘાસ કાપણીની કામગીરી આદરી છે. અંદાજીત બાર લાખ કિલો ઘાસમાંથી ગાંસડી બનાવી સ્થાનિકના ગોદામોમાં ભરાશે જેનું અછત જેવા કપરા કાળમાં વિતરણ કરવામાં આવશે. ગત ચોમાસાની લાંબી મોસમ દરમ્યાન મેઘરાજા મનમૂકી મહેરબાન થયા પછી બન્નીના ઘાસિયા મેદાનોમાં પુષ્કળ માત્રામાં ઘાસ લહેરાઇ રહ્યું છે બન્ની પ્રદેશનો વિસ્તાર અનામત જંગલ તરીકે સુરક્ષિત જાહેર થયાં પછી તેનો કબજો બન્ની ગ્રાસલેન્ડ વિભાગ હસ્તક  છે પરંતુ પંથકમાં ગેરકાયદેસર વાડાઓના દૂષણને લઇ ઘાસિયા મેદાનોનો વિસ્તાર ઘટયો છે. તેમ છતાં પણ કેટલાક વિસ્તારને બન્ની ગ્રાસલેન્ડ વિભાગ સુરક્ષિત કરી કમરની ઊંચાઇ સુધી લહેરાતા ઘાસ કાપવાની કામગીરી બન્ની-પચ્છમના મજૂરો દ્વારા જોરશોરથી ચાલી રહી છે. અહીં થયેલા ઘાસ ઉત્પાદનના આંકડા પર નજર કરીયે તો વર્ષ 2018-19 સુધી ઘાસનું ઉત્પાદન વાર્ષિક 1 લાખ કિલો સુધી થતું હતું, જે વધીને 2019-20 સુધીમાં 2 લાખ કિલોએ પહોંચ્યું અને 2020-21માં તે ઉત્પાદને નવો આંકડો 8 લાખ અને ચાલુ વર્ષે 12 લાખ કિલો ને પાર  કરી દીધો છે. 

એમ.એચ.સોલંકી  (RFO,બન્ની ગ્રાસલેન્ડ)

વન વિભાગની યોગ્ય કામગીરીનાં કારણે સર્વ શ્રેષ્ઠ ઘાસ મળે છે
બન્ની ગ્રાસલેન્ડમાં આવેલા વિવિધ વિસ્તારો પૈકી અમારી ટીમ મિશરીયાડો ગામ નજીકના  ઘાસીયા મેદાનના પ્લોટ પર પહોંચ્યા હતા.વન વિભાગ દ્વારા ઘાસીયા મેદાનમાં મશીન દ્વારા કટિંગ કરી ઘાસ એકત્રિત કરવાની કામગીરીના  દ્રશ્યો જોવા મળ્યા હતા તેઉપરાંત સ્થાનિક લોકોને પણ પોતાના પશુઓ માટે ઘાસ મેળવી રહ્યા હતા. ત્યાં ઉપસ્થીત સ્થાનિકો સાથે અમારી ટીમે ચર્ચા કરી ત્યારે તેઓએ જણાવ્યું કે,છેલ્લા કેટલાક વર્ષોથી સારા વરસાદ તેમજ વન વિભાગની યોગ્ય કામગીરીના ફળ સ્વરૂપે અમને અહીં સર્વ શ્રેષ્ઠ ઘાસ મળી રહ્યું છે.ઘણા વર્ષો બાદ  બન્ની-પચ્છમ વિસ્તારમાથી માલધારીઓને ઘાસના આભાવે હિજરત નહિ કરવી પડે.સાથે સ્થાનિકોએ જણાવ્યું કે ,બન્નીના ઘાસ ચરિયાણ માટે પૌષ્ટિક હોવાથી પશુઓનું દૂધ પણ ખુબજ સારા પ્રમાણમાં મળે છે તે ઉપરાંત માલધારીઓને ખળ-ભુસાનો વધારાનો ખર્ચ પણ નથી થતો.ખાસ કરીને બન્નીમાં વિવિધ  56 પ્રકારના વિવિધ ઘાસ પૈકી  જીંજવો,ધામણ ,શિયાળપૂંજ,ધ્રબળ,ખેવાઈ, ધ્રબ તેમજ સાઉ નામના ઘાસ વધારે જોવા ઉત્પાદન થાય છે.

બુધા બમભા (સરપંચ,મિશરીયાડો - બન્ની )

વધુ વાંચોઃ GIDCને લઈને ગુજરાત સરકારનું મોટું એલાન: પરત કરી શકાશે વણવપરાયેલી જમીન, સામે મળશે આટલા રૂપિયા

એશિયાના ઘાસિયા મેદાન બન્નીએ સમગ્ર વિશ્વભરનું ધ્યાન આકર્ષિત કર્યું
બન્ની ગ્રાસલેન્ડના વિશેષ ઘાસિયા મેદાનમાં અનેક પ્રકારના બાર  લાખ કિલોગ્રામ ઘાસનું ઉત્પાદન સાથે બન્ની રાજ્યભરમાં અવ્વ્લ નંબરે રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે સાથે કચ્છ માટે દુષ્કાળ વાળો પ્રદેશની જે વ્યાખ્યા હતી તે હવે ભૂતકાળ બની રહેશે તેવું ચિત્ર હાલ જોવા મળી રહ્યું છે. એશિયાના ઘાસિયા મેદાન બન્ની હવે વિશ્વભરનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ