બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડી, સતત 7 દિવસ સુધી રખાયા હોસ્પિટલના ICUમાં, ડૉક્ટરે આપી આ સલાહ
Last Updated: 05:11 PM, 11 February 2025
ઈન્દ્રભારતી બાપુની તબિયત લથડતા તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કુંભમેળામાં ધૂળને લઈને ફેંફસામાં ઈન્ફેક્શન થયું હતુ. ત્યારે 7 દિવસ હોસ્પિટલના ICUમાં રખાયા હતા. હવે 15 દિવસ સુધી આરામ કરવાની ડૉક્ટરએ સલાહ આપી છે.
ADVERTISEMENT
નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે
ADVERTISEMENT
જૂનાગઢના ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ છે. જેઓ સનાતન માટે શાબ્દિક લડવૈયા કહેવાય છે. જેમના નિવેદનોના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે. જેઓ થોડા દિવસ અગાઉ મહાકુંભમાં ગયા હતા ત્યારબાદ બીમાર પડ્યા હતા.
આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, લોકોના પ્રસંગ ફીકા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ, મેળવો અપડેટ
વિવાદના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે
ઈન્દ્રભારતી બાપુ વિવાદીત ફિલ્મને લઈ પણ અનેકવાર વિરોધ નોંધાવ્યો છે. જેઓ વિવિધ ગાદી વિવાદમાં પણ નિવેદનથી પોતાનો મત વ્યક્ત કરે છે. જેઓ હંમેશા સનાતન ધર્મ અને મહંતો-સંતોના વિવાદના ઉકેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેઓ રાજનીતિમાં આવશે કે, કેમ તેને લઈ પણ ચર્ચા વર્તુળમાં રહી ચુક્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.